થેરેસાની પાર્ટીના જ ૧૦૦થી વધુ સાંસદોએ તેના વિરોધમાં મતદાન કર્યું
બ્રેકિઝટ એટલે કે યુરોપીય સંઘથી બ્રિટેનને અલગ કરવાની બ્રિટીશ પ્રધાનમંત્રી થેરેસા મેની યોજનાને સંસદમાં ફંગાવતા પ્રજાની જીત થઈ છે. સંસદમાં ૪૩૨ સભ્યોમાંથી માત્ર ૨૦૨ સાંસદોએ તેનું સમર્થન કર્યું જોકે બહુમત એટલે કે ૨૩૦ વોટ તેના વિરોધમાં હતા.
બ્રિટીશ પ્રધાનમંત્રીની ઐતિહાસીક હાર બાર વિપક્ષી લેબર પાર્ટીએ સરકાર વિરૂધ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ કર્યો હતો. જોકે થેરેસા જો સંસદમાં ફરીવખત આ યોજના માટે અરજી કરે તેવી સંભાવના છે.
જો બ્રેકિઝટને લઈ ફરીથી જનમત સંગ્રહની અપીલ કરવામાં આવે તો ૨૯ માર્ચ ૨૦૧૯ સુધીમાં બ્રિટેન કોઈપણ સોદા વિના યુરોપીય સંઘથી અલગ થઈ જશે. થેરેસા મેની કન્ઝર્વેટીવ પાર્ટીના ૧૦૦થી વધુ સાંસદોએ તેનીજ વિરૂધ્ધ મતદાન કર્યું જેને બ્રિટીશ ઈતિહાસમાં સરકારની સૌથી મોટી હાર માનવામાં આવે છે.