યુક્રેન નાટોમાં ન જોડાય તેવી બાહેંધરી આપે તો જ યુદ્ધ વિરામ આવે
રશિયા લાંબા સમયથી યુરોપિયન યુનિયન, નાટો અને અન્ય યુરોપિયન સંસ્થાઓ સાથે યુક્રેનના ગાઢ સંબંધોનો વિરોધ કરે છે. પુતિન તાજેતરના વિકાસ પાછળ દલીલ કરે છે કે યુક્રેન ક્યારેય સંપૂર્ણ વિકસિત દેશ ન હતો, તેણે યુક્રેન પર પશ્ચિમી દેશોની કઠપૂતળી હોવાનો પણ આરોપ લગાવ્યો છે. પુતિન એ સુનિશ્ચિત કરવા માંગે છે કે યુક્રેન નાટોમાં જોડાય નહીં. આ માટે તે યુક્રેન અને અન્ય પશ્ચિમી દેશો પાસેથી ગેરંટી માંગે છે. તેમની માંગ છે કે યુક્રેન તેનું લશ્કરીકરણ બંધ કરે અને કોઈપણ જૂથનો ભાગ ન બને. સોવિયેત સંઘનો ભાગ હોવાને કારણે યુક્રેનનો રશિયન સમાજ અને સંસ્કૃતિ સાથે ઊંડો સંબંધ છે. ત્યાં રશિયન ભાષા બોલનારાઓની સંખ્યા પણ સારી છે. પરંતુ 2014ના હુમલા બાદથી બંને દેશો વચ્ચેના સંબંધો નોંધપાત્ર રીતે બગડ્યા છે. 2014માં રશિયા તરફી ગણાતા યુક્રેનના તત્કાલિન રાષ્ટ્રપતિને સત્તા છોડવી પડી હતી. આ પછી રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો.
બ્રિક્સમાં આવતા દેશો યુક્રેન તરફ ન ગયા!!
બ્રિક્સ સંગઠન ઇકોનોમિકલી શક્તિશાળી છે. જેમાં બ્રાઝીલ, રશિયા, ઇન્ડિયા, ચીન અને સાઉથ આફ્રિકાનો સમાવેશ થાય છે. આ દેશો વાણિજ્યિક રીતે ગાઢ સબંધો ધરાવે છે. વિશ્વના અનેક દેશોએ અમેરીકાના કહેવાથી યુક્રેન તરફ ઝુકાવ્યું છે. તેવામાં બ્રિક્સ સંગઠનમાં આવતા દેશોએ હજુ સુધી આવું કર્યું નથી. કારણકે રશિયા બ્રિક્સ દેશનો ભાગ છે. એટલે આ દેશો રશિયાની વિરુદ્ધ જવા ઇચ્છતા નથી.