૨૫૦ લોકોએ લીધો લાભ
સમગ્ર વિશ્વ મા કોરોના ના વધતા જતા કેસ ને ઘ્યાન મા રાખીને લોકો પોતાના સ્વાસ્થ્ય ને કેમ સુરક્ષિત રાખી શકે તે હેતુસર જિલ્લા પંચાયત રાજકોટ તેમજ આરોગ્ય વિભાગ ગોંડલ ના સહયોગ થી ગોંડલ ના દેવળા ગામ ખાતે ગ્રામપંચાયત મા આરોગ્ય વર્ધક ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ લોકો ને ઉકાળો પાવા મા આવ્યો હતો ગુજરાત સરકાર દ્વારા “ધન્વંતરી આરોગ્ય રથ ” દ્વારા તાલુકા ના નાના થી મોટા ગામડા મા આ સેવા પુરી પાડવા મા આવેછે તો ગોંડલ ના દેવળા ખાતે ધન્વંતરી આરોગ્ય રથ આવ્યો હતો જેમાં દેવળા ના બહોળી સંખ્યા મા લોકો ઍ ઉકાળો પીધો હતો તેમજ અમુક વિસ્તાર મા લોકોને ઘરે ઘરે જઈને ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યું હતું. દેવળા ગામમાં આજે અંદાજિત ૨૫૦ લાકોએ આરોગ્ય વર્ધક ઉકાળો પીધો હતોને સમસ્ત કાર્ય મા દેવળા ગ્રામપંચાયત સરપંચ, તમામ સભ્યો તેમજ સુલતાનપુર ના એમ. પી. એસ. યુ. વિપુલભાઈ દેવાચાર્ય ઍ જહેમત ઉઠાવેલ હતી.