ભારતમાં વડિલોને પગે લાગીને આર્શિવાદ મેળવવાથી ભલભલા દુ:ખ ટળે છે, તે આપણી સંસ્કૃતિની જલક છે બાળકોને નાનાપણથી જ વડિલોને પગે લાગવાના સંસ્કાર આપવામાં આવે છે, પરંતુ આપણા દેશમાં એક એવી પણ સ્કૂલ છે જ્યાં શિક્ષક બાળકોને સારા સંસ્કાર આપી શકે માટે તેઓ ખુદ બાળકોને પગે લાગે છે, આ સ્કૂલનું નામ ઋષિકુલ ગુરુકુલ વિદ્યાલય છે જે મુંબઇના ઘાટકોપરમાં સ્થિત છે.
ભારતીય પરંપરા બાળકોને ભગવાનનું રુપ માને છે આજ કારણ છે કે ગુરુ કુલમાં શિક્ષકો રોજ પોતાના વિદ્યાર્થીઓને પગે લાગે છે. તેમનું માનવું છે કે બાળકોને પગે લાગી તેઓ ઇશ્ર્વરને પગે લાગવા જેટલી શક્તિ અપાવે છે. આ પરંપરાથી વિદ્યાર્થીઓમાં પણ શિક્ષકો પ્રત્યે માન-સન્માન વધે છે, ગુરુકુલનું માનવું છે કે આમ કરવાથી ગુરુ અને શિષ્યો વચ્ચે વધુ સારા વ્યવહારોની સ્થાપના થશે, જે તેને સારુ શિક્ષણ અપાવવામાં મદદરુપ બનશે.