રિસર્ચ લેબોરેટરી, કોન્ફરન્સ હોલ, સ્પોર્ટસ ગ્રાઉન્ડ સહિતની તમામ વ્યવસ્થા નજીવી ફી સાથે નાની યુનિવર્સિટીઓને આપવાની રહેશે
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા દેશની મોટી ગણાતી યુનિવર્સિટીઓ પાસે રહેલી માળખાકીય સુવિધાઓનો ઉપયોગ અન્ય નાની યુનિવર્સિટીઓને કરવા દેવા માટે તાકીદ કરવામાં આવી છે. આ માટે યુનિવર્સિટીઓ ઇચ્છે તો નાની યુનિવર્સિટીઓ પાસેથી સામાન્ય ફી વસુલ કરીને પણ આ વ્યવસ્થા આપવાની રહેશે.
દેશની મોટી ગણાતી યુનિવર્સિટીઓ પાસે રહેલી રિચર્સ લેબોરેટરી, સ્પોર્ટસ ગ્રાઉન્ડ, કોન્ફરન્સ હોલ અન્ય સભાખંડ સહિતની જે કોઇ વ્યવસ્થા ઉપલબ્ધ હોય તે નાની યુનિવર્સિટીઓને આપવી જોઇએ તેવી સુચના યુજીસી દ્વારા જાહેર કરવામાં આવી છે. નાની યુનિવર્સિટી અને મોટી યુનિવર્સિટીનો વચ્ચે હોસ્ટ અને ગેસ્ટ એમ.બે. પ્રકારના એમઓયુ થવા જોઇએ.
આ એમઓયુ અંતર્ગત નાની યુનિવર્સિટીઓ પોતાની જરુરીયાત પ્રમાણે મોટી યુનિવર્સિટફી પાસે રહેલી સગવડ અને વ્યવસાયનો ઉપયોગ કરે અને તે માટે સામાન્ય રકમ ચુકવે તે જરુરી છે. આ પ્રકારના એમઓયુના કારણે મોટી યુનિવર્સિટીઓ પાસે રહેલી સગવડો જેનો ઉપયોગ ન હોય ત્યારે પડી રહેતી હોય તેના બદલે અન્ય યુનિવર્સિટીઓના વિઘાર્થીઓને કામ આવશે. આ ઉપરાંત નાની યુનિવર્સિટી પાસે જુદી જુદી વ્યવસ્થા ઉભી કરવા માટે નાંણા અને જગ્યા ન હોય તો તેના વિઘાર્થીઓ સારી વ્યવસ્થાથી વંચિત ન રહી જાય તે માટે આ પ્રકારનું આયોજન કરવાનું રહેશે.
આ માટે મોટી યુનિવર્સિટીઓએ પોતાના કાર્યક્રમો માટેનું એક ટાઇમ ટેબલ જાહેર કરવાનું રહેશે. કે આ ટાઇમ ટેબલ આધારે અન્ય નાની યુનિવર્સિટીઓ જયારે સ્પોર્ટસ ગ્રાઉન્ડ કે કોન્ફરન્સ હોય ફ્રી હોય ત્યારે પોતાના કાર્યક્રમોનું આયોજન કરી શકશે. મોટી યુનિવર્સિટીઓ જયારે સ્પોર્ટસ ગ્રાઉન્ડ ઉપરાંત, રિસર્ચ લેખ, સાધનો, ડિજિટલ કલાસરુમ, ડિજિટલ ડેટાબેજ, ઓનલાઇન રિસોસીંસ, જુદી જુદી લેબોરેટરી વગેરેનો ઉપયોગ કરવાની મંજુરી આપી શકશે.
મહત્વની વાત એ છે કે, હાલમાં ગુજરાત સહિત અનેક રાજયોમાં સ્ટેટ યુનિવર્સિટીઓ પાસે અનેક પ્રકારની વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે. જેની સામે નાની નાની અને પ્રાઇવેટ યુનિવસીર્ટીઓ પાસે આવી વ્યવસ્થા નથી. આ સ્થિતિમાં હવે નાની યુનિવર્સિટીઓ સ્ટેટ યુનિવર્સિટીઓ પાસે રહેલી તમામ વ્યવસ્થાઓનો લાભ મેળવી શકશે.