વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી કોલેજો વચ્ચેનું સંકલન વધુ મજબુત બનાવવા યુજીસીની પહેલ વિદ્યાર્થીઓની જરૂરીયાત પ્રમાણે તેમના પ્રશ્ર્નો સમજી શિક્ષકો એ સલાહકારની ભુમિકા ભજવવી પડશે
યુનિવસીટીઓ સહીત કોલેજોમાં સ્ટુડન્ટ કાઉન્સેલીંગ સીસ્ટમ ઉભી કરવા યુનિવસીટી ગ્રાન્ટ કમીશન યુજીસીએ આદેશ કર્યો છે. કોલેજોમાં વિઘાર્થીઓને જે હેરાનગતિ થાય છે તેના નિકાલ માટે યુજીસીએ આ પઘ્ધતિ વિકસાવવા પહેલ કરી છે.
યુજીસીએ તમામ યુનિવસીર્ટીઓ અને કોલેજોને ૮ માર્ચે એક પત્ર લખ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે, આ સ્ટુડન્ટસ કાઉન્સેલીંગ સીસ્ટમથી વિઘાર્થી વચ્ચે એક સેતુ બંધાશે અને સંસ્થાઓ તેમજ વિઘાર્થીઓ વચ્ચે રહેલા કોમ્યુનીકેશનમાં ના ગેપને પુરી શકાશે.
આ સીસ્ટમ અંતર્ગત જયારે જયારે વિઘાર્થીઓને કોઇ માહીતી કે સલાહ-સુચનની જરુર પડશે ત્યારે શિક્ષકો તેમને મદદ કરશે. અને વિઘાર્થીઓ સાથે જોડાયેલા રહેશે.
ઘણાં ખરા વિઘાર્થીઓ હોસ્ટેલમા રહીને યુનિવસીટી અને કોલેજોમાં અભ્યાસ કરતા હોય છે. આવા વિઘાર્થીઓને સાચા માર્ગદર્શનની ખુબ જ આવશ્યકતા હોય છે. આથી સમયાંતરે તે વિઘાર્થીઓને માર્ગદર્શન પુરુ પાડવા યુજીસીએ સ્ટુડન્ટ કાઉન્સેલીંગ સીસ્ટમ શરુ કરવાનું યુનિવસીટીઓ અને કોલેજોને સુચવ્યું છે.
આ સીસ્ટમમાં એક સમસ્યા ઉભી થઇ શકે છે કારણ કે યુજીસીએ એમ પણ જણાવ્યું છે કે, શિક્ષકો તેમની સાથે સંકળાયેલા વિઘાર્થીઓની શૈક્ષણિક વિગતો સહીત ખાનગી વિગતો પણ રજુ કરે. આથી શિક્ષકોએ વિઘાર્થીઓની સાથે હોસ્ટેલના વોર્ડન સાથે પણ સંકલનમાં રહેવું પડશે અને વિઘાર્થીઓના ઉજજવળ ભવિષ્ય માટે તેમની ભુતકાળની વિગતો મેળવી તેમની ભુલો સુધારી તેમને સાચુ માર્ગદર્શન આપવાનું રહેશે.