ફાર્મસી, ફિઝીકલ, હિન્દી, નેનો વિજ્ઞાન, સમાજશાસ્ત્રમાં ૩૦ થી ૬૦ કલાકની પરીક્ષા લક્ષી તાલીમનો પ્રારંભ
કેરીયર કાઉન્સેલીંગ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટર અને યુ.જી.સી. નેશનલ એલીજીબીલીટી અને સ્ટેટ એલીજીબીલીટી ટેસ્ટ તથા રેમેડીયલ કોચીંગ સેન્ટરનાં સંયુકત ઉપક્રમે યુનિવર્સિટીના ૧૮ જેટલા ભવનોમાં ભવનનાં અઘ્યાપકો મારફત ટીમ વર્ક ના ભાગરુપે એકસ્ટ્રા હવર્સમાં નેટ-સ્લેટ પરીક્ષા અનેરેમેડીયલમાં જુદા જુદા વિષયોના વર્ગો શરુ કરાયેલ છે. યુ.જી.સી. મારફતે દેશની ૫૮૫ જેટલી વિશ્ર્વ વિઘાલયોનાં ઉપરોકત વર્ગો માટે અનુદાન આપવામાં આવે છે.
જેમાં સૌરાષ્ટ્ર યુનિ. મારફત આ વર્ગોનું આયોજન નિરંતર ભવનોનાં અઘ્યક્ષ અને અઘ્યાપકોની ટીમ મારફત કરવામાં આવે છે. જેના ભાગરુપે જી.પી.એસ.સી. નેટ-સ્લેટ પરીક્ષા, જીપેટ, ગેટ વગેરે રાજય તેમજ રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષાઓમાં સૌરાષ્ટ્ર યુનિ.ના છાત્રો શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત કરી ટીમ અઘ્યાપકોની મહેનતને છાત્રો મારફત પરિણામલક્ષી સફળતા લાવી પ્રોત્સાહીત કરાઇ રહી છે. સૌરાષ્ટ્ર યુનિ. ના કુલપતિ પ્રો. નિલામ્બરીબેન દવે અને કુલસચિવ ડો. ધીરેનભાઇ પંડયાના માર્ગદર્શન હેઠળ જુદા જુદા ભવનોમાં અઘ્યાપકોની ટીમ વર્ક સફળતાપૂર્વક પૂરજોશમાં કાર્યરત છે.
યુ.જી.સી. અનુદાનીત આ પ્રકલ્પ અંતર્ગત હિન્દી ભવન ખાતે નેટ-સ્લેટ પેપર-રનાં કોચીંગમાં હિન્દી સાહિત્ય અને જુદા જુદા આયામો માટે ફાર્મસી ભવનમાં જીપેટ અને ગેટ પરીક્ષાની તાલીમ માટે ફાર્મસી ભવનમાં જીપેટ અને ગેટ પરીક્ષાની માટે સમાજશાસ્ત્ર, ભવનમાં નેટ-સ્લેટ અને રેમેડિયલ કોચીંગ, ફીઝીકસ ભવનમાં ન્યુકિલયર ફિઝીકસ, ઇલેકટ્રોમેગ્નેટીકસ, કવોન્ટમ ફીઝીકલ વગેરે વિષયો માટે તથા નેતો વિજ્ઞાન ભવનમાં મેથેમેટીકસનો એપ્લાઇડ ફીઝીકસમાં ઉપયોગ સંદર્ભ ૩૦-૬૦ કલાકોનું નિ:શુલ્ક તાલીમનું આયોજન કરાયેલ છે.
ફાર્મસી ભવનના પ્રો. મીહીરભાઇ રાવલ, ડો. એન.ટી. ગામીત, ડો. સનીભાઇ શાહ, હિન્દી ભવનના પ્રો. બી.કે. કલાસવા, ડો. એસ.કે. મહેતા, સમાજશાસ્ત્ર ભવનના પ્રો. હરેશભાઇ ઝાલા, ડો. ભરતભાઇ ખેર, વિઘાર્થીઓએ જુદા જુદા વિષયો ઉપર માર્ગદર્શન આપેલ હતું.
રેમેડીયલ અને યુ.જી.સી. નેટ-સ્લેટ કોચીંગને સફળ બનાવવા ટીમ સીસીડીસીના સર્વ સુમિતભાઇ મહેતા, ચિરાગભાઇ તલાટીયા, દીપ્તીબેન ભલાણી, આશીષભાઇ કીડીયા, હિરાબેન કીડીયા, સોનલબેન નિમ્બાર્ક વગેરેએ જહેમત ઉઠાવેલ હતી.