અબતક, રાજકોટ
યુ.જી.સી. એ એમ.ફીલ. પી.એચ.ડી. રેગ્યુલેશન-૨૦૦૯ મુજબ દેશભરની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં અઘ્યાપક થવા માટે યુ.જી.સી. નેટ પરીક્ષા ફરજીયાત કરી છે. અઘ્યાપક તરીકે કારકીર્દી ઘડવા માંગતા ઉમેદવારો માટે સૌરાષ્ટ્ર યુનિ. કેમ્પસ ખાતે વિનામૂલ્યે તાલીમમાં જોડાવવા માટેની ઉતમ તક આપી છે.
આગામી ઓકટોબર-૨૦૨૧ માસમાં યોજાનાર નેટ પરીક્ષાના વર્ગો સૌરાષ્ટ્ર યુનિ.માં એસસી/ એસટી/ ઓબીસી (નોન ક્રિમીલેયર) ના વિઘાર્થીઓ માટે વિનામૂલ્યે યુજીસી નેટ જનરલ પેપર નં.૧ ના વર્ગો તા. ૭-૯-૨૧ થી સમય સવારે ૯ થી ૧૧ સમયમાં શરુ થશે. નેટ કોચીંગના વર્ગોમાં પી.જી.ના ફાઇનલ વર્ષના વિઘાર્થીઓ તેમજ અનુસ્નાતક- એમ.ફિલ./ પી.એચ.ડી. ના વિઘાર્થીઓ જોડાઇ શકશે.
ઉપરોકત તાલીમ વર્ગમાં જોડાવા ઇચ્છતા ઉમેદવારોએ તા. ૬-૯-૨૧ સુધીમાં નેટ કોચીંગ સેન્ટર, સી.સી.ડી.સી. બિલ્ડીગ, ગ્રાઉન્ડ ફલોર, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા પાછળ, સૌરાષ્ટ્ર યુનિવસિટી કેમ્પસ ખાતે તેમનું રજીસ્ટ્રેશન ફોર્મ સાથે બે પાસપોર્ટ સાઇઝના ફોટા, નેટ કોચીંગ સેન્ટરનું ઓનલાઇન ભરેલ એપ્લીકેશન ફોર્મની ઝેરોક્ષ એસસી/ એસટી/ ઓબીસી (નોન ક્રિમીલેયર),પી.એચ. /ળક્ષશક્ષજ્ઞશિિુંનો દાખલો સાથે લાવવાનો રહેશે. મર્યાદિત સંખ્યામાં પ્રવેશ આપવાનો હોવછાથી વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.