અત્યારના જ નહિં પરંતુ પહેલાનાં જમાનાથી કહેવાય છે કે સ્ત્રી હઠથઇ કોઇ જીતી નથી શક્યું ત્યારે વર્તમાન સમયમાં તો ગર્લફ્રેન્ડ હોવી જ જોઇએ તેવો ટ્રેન્ડ આવી ગયો છે. પરંતુ પ્રશ્ન ત્યારે આવે છે જ્યાં ગર્લફ્રેન્ડનાં નખરા અને ઇમોશનલ અત્યાચારનો સામનો કરવાનો વારો આવે અને તેને સામે કંઇ કહી નથી શકતા તો એવી જ કેટલીક જીદ અને નખરા વિશે વાત કરીશું જ્યાં બોયફ્રેન્ડ કંઇ બોલી નથી શકતો…..
– બોયફ્રેન્ડની ભૂલની ગણતરીઓ….
રિલેશનશિપમાં એક સમય એવો આવે છે જ્યારે ગર્લફ્રેન્ડ તેના પાર્ટનરની ખામીઓ અને ભૂલની ગણતરી માંડે છે અને તેવા સમયે બોયફ્રેન્ડ માત્ર મીયાની મીંડળી બની ચૂંપચાપ સાંભળતો રહે છે અને એ જ માત્ર ઇલાજ હોય છે.
– ઇમોશનલ અત્યાચાર :
વાત જ્યારે ભાવુકતા પર આવે છે તો સ્ત્રીઓની ભાવુકતા આગળ ભગવાન પણ કંઇ નથી કરી શકતા તો બોયફ્રેન્ડ બિચારો ગાય જેવો બનીને રહી જાય છે. જેનું મુખ્ય કારણ ઇમોશનલ બ્લેકમેઇલ કરવામાં નિપૂર્ણ હોય છે.
– ઝગડો કરવોએ જન્મસિધ્ધ અધિકાર…
બોયફ્રેન્ડ એ એવી વ્યક્તિ હોય છે. યુવતીઓના જીવનમાં જેની સાથે ઝગડો કરવાનો મોકો જ ગોતતી હોય છે. અને જ્યારે પણ એ ચાન્સ મળે છે ત્યારે ખૂબ હુંસાતુસી થાય છે અને જો ભૂલે ચુંકે છોકરો બિચારો ઉંચા અવાજે એક શબ્દ પણ બોલે છે તો કહે છે કે એ જ કારણથી તો બોયફ્રેન્ડ સાથે વાત કરવાનું પસંદ નથી કરતી.
– આંસુ તેનુ બ્રહ્માસ્ત્ર…
એ દરેકને ખ્યાલ છે કે સ્ત્રીનું સૌથી મોટુ અને અસરકારક હથિયાર એટલે ‘આંસુ’ સ્ત્રીના આંસુ સામે પરમાણું બોમ પણ નિષ્ક્રિય થઇ જાય છે. જ્યારે પણ યુવતીઓને એવું ફિલ થાય છે કે હવે પરિસ્થિતિ તેના હાથમાંથી છટકે છે ત્યારે તેનું બ્રહ્માસ્ત્ર એવાં આંસુને સારવાનું શરુ કરે છે. જેનાથી પથ્થર જેવો પુરુષ પણ પીગળીને મીણ જેવો થઇ જાય છે.
– બોયફ્રેન્ડના મિત્રોને ચાળી ખાવી….
બોયફ્રેન્ડ જ્યારે કાંઇ ભૂલ કરે છે ત્યારે તેને સીધી વાત કરવાના બદલે તેના નજીકનાં મિત્રોને એ બાબતે ચાવી ખાય છે. પરંતુ જો એવી જ પરિસ્થિતિમાં બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડની ફ્રેન્ડને એવી કોઇ વાત કરે છે તો બે વાત થાય છે એક તો એ કે હંમેશા તમે મારી ચાળી ખાઓ છો અને બીજી એ કે બોયફ્રેન્ડને એ ફ્રેન્ડમાં વધુ રસ છે.
તો આ હતી કેટલીક એવી બાબતો જે કદાચ દરેક બોયફ્રેન્ડે સહન કરવી પડતી હશે અને તેનો કોઇ ઇલાજ નથી.