ઘર આંગણે વેપાર ઉદ્યોગના વિકાસ માટે ફળદાયી બનનારા મેળશને જબ્બર પ્રતિસાદ
સૌરાષ્ટ્રના પાટનગર અને ઉદ્યોગનગરી રાજકોટના વેપારઉદ્યોગને વિશ્વ સમોવડીયુ બનાવવા સ્થાનીક ધોરણે સંગઠન સુવિધા સુદ્દઢ બનાવવા ઉદ્યોગમેળાની તડામાર તૈયારીઓ શરૂ થઈ છે.
રાજકોટમાં તા. 4-5-6 જાન્યુઆરી 2023ના રોજ રાજકોટ ખાતે એનએસઆઈસી ના ગ્રાઉન્ડમાં યોજાનાર ઇન્ડસ્ટ્રીઅલ ફેર સંદર્ભે સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગકારોની એક ઉચ્ચ કક્ષાની મીટીંગ રાજકોટ ખાતે મળેલ હતી. આ મીટીંગમાં ‘ધ માઈક્રોસ્કેલ ઇન્ડસ્ટ્રીઝ વેલ્ફેર એસોસિયેશન’ ના નેજા હેઠળ, ‘સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી’, ‘સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઅલ એસોસિયેશન’, ‘લોધિકા’ (મેટોડાજીઆઈડીસી) ‘આજી ઇન્ડસ્ટ્રીઅલ એસોસિયેશન’, ‘રાજકોટ એન્જીનીયરીંગ એસોસિયેશન’, ‘લોઠડા-પડવલા એન્જીનીયરીંગ એસોસિયેશન’, ‘વાવડી એન્જીનીયરીંગ એસોસિયેશન’, ‘મૌવડી પ્લોટ એન્જીનીયરીંગ એસોસિયેશન’, ‘મશીન ટુલ્સ એન્જીનીયરીંગ મેન્યુફેકચર્સ એન્જીનીયરીંગ એસોસિયેશન’, ‘ભાગ્યલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઅલ એસોસિયેશન’, ‘કુવાડવા ૠઈંઉઈ’, ‘લધુઉદ્યોગ ભારતી’ વગેરેના પ્રમુખ મંત્રીઓ આ મીટીંગમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ ફેરને વિશેષ રીતે સફળ બનાવવા તમામ આગેવાનોએ વિવિધ પ્રકારના સૂચનો કર્યા હતા.ટીએમએસઆઈ તરફથી પ્રમુખ નરેશ પંચાલ, વિનુ નાયર તથા મધુલેશ સિંગએ આ સંદર્ભે સૌને માહિતગાર કર્યા હતા. આ ફેરમાં જોડાનાર ઉદ્યોગકારોને પ્લોટ બુકિંગના કેન્દ્ર સરકાર તરફથી 80% સબસીડી, મહિલાઓ તથા
ઓબીસી,એસસી/એસટી ઉદ્યોગકારોને 100% સબસીડી મળશે. આ ઇન્ડસ્ટ્રીઅલ ફેરમાં કેન્દ્ર સરકારની તથા અલગ-અલગ રાજ્ય સરકારની કંપનીઓ તથા ભારતની નામાંકિત કંપનીઓ ભાગ લઈ રહી છે. આ ફેરમાં ઇલેક્ટ્રિક વ્હીકલ, ઓટો પાર્ટ્સ ઉત્પાદન કરતી કંપનીઓ તથા સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગકારો પણ ભાગ લઈ રહ્યા છે. આ ફેરના માધ્યમથી ઉદ્યોગકારોને ધંધાકીય વિશેષ લાભ થાય તે અંગે દેશ-વિદેશના મોટા ગજાના ઉદ્યોગકારો આ ફેરની મુલાકાત લેં તેવા આયોજનો થઈ રહ્યાં છે.
આ અંગે ‘શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઅલ એસોસિયેશન’ ના પ્રમુખ કિશોરભાઈ ટીલાળા એ આ ઉદ્યોગફેરને સફળ બનાવવા માટે વિવિધ પ્રકારના સૂચનો કર્યા હતા
‘લધુઉદ્યોગ ભારતી’ ના સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ગણેશભાઈ ઠુમ્મરે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે રાજકોટના આંગણે આ ફેર યોજાઈ રહ્યો છે. ત્યારે આપણા ક્ષેત્રના ઉદ્યોગકારોને આ વિશેષ ફાયદારૂપ નીવડશે. અત્યાર સુધી આપણા ઉદ્યોગકારોને મોટા સિટીમાં ભાગ લેવા જવું પડતું. જે રાજકોટનાં આંગણે યોજાતા વેપાર ઉદ્યોગને વાચા મળશે. અને બીજા ઈત્તરખર્ચાઓ પણ બચશે. તેઓએ તેમના તરફથી તથા તેમના સંગઠન તરફથી સહકારની ખાતરી આપેલ હતી. આ અંગે ‘લોઠડા-પડવલા એસોસીએશન’ તરફથી જયંતીભાઈ સરધારાએ આવા કાર્યક્રમોમાં ભાગ લેવાથી ધંધાનો વિકાસ થાય છે અને નવી-નવી વિપુલ તકો ઉભી થાય છે. તેવું સૂચન કર્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું કે આવા ઇન્ડસ્ટ્રીઅલ ફેર દર વર્ષે રાજકોટમાં યોજાય જેથી ઉદ્યોગકારોએ બહાર જવું ન પડે એમ તેઓએ ભાર પૂર્વક જણાવ્યું હતું.
‘મવડી પ્લોટ એસોસિયેશન’ તરફથી જીતેનભાઈ રવાણી, ‘ભાગ્યલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઅલ એસોસિયેશન’ તરફથી રાજેશભાઈ રાણપરીયા, ‘વાવડી ઇન્ડસ્ટ્રીઅલ એસોસિયેશન’ તરફથી હસુભાઈ સોરઠીયા, ‘લોધિકા ૠઈંઉઈ’ તરફથી નરેન્દ્રસિંહ જાડેજા તથા કંટેસરિયાભાઈ, ‘મશીન ટુલ્સ મેન્યુફેકચરર એસોસિયેશન’ તરફથી હરેશભાઈ પટેલ અને ધવલ ઘોરેચા, ‘જેમસન જ્વેલરી એસોસિયેશન’ તરફથી જયસુખભાઈ આડેસરા, ‘અટીકા ઇન્ડસ્ટ્રીઅલ એસોસિયેશન’ તરફથી જીતેન્દ્રભાઈ દવે વગેરે લોકોએ ઉપસ્થિત રહી માર્ગદર્શિત કર્યા હતા અને સહકારની ખાતરી આપી હતી.
આ અંગે એક હાઈપાવર કમિટીની રચના કરવામાં આવી હતી. જેમાં નરેશ પંચાલ , નલીન ઝવેરી (જઊંઈઈઈં), કિશોર ટીલાળા (જટઈંઅ), પરેશભાઈ પટેલ તથા નરેન્દ્ર પાંચાણી , નરેન્દ્રસિંહ જાડેજા જયંતીભાઈ સરધારા , જીતેનભાઈ રવાણી (મવડી એન્જીનીયરીંગ એસોસિયેશન), યોગીન છનીયારા તથા તેજસ દુદકિયા , ગણેશભાઈ ઠુમ્મર દિલીપભાઈ , રમેશભાઈ પાંભર (હડમતાળા ઇન્ડસ્ટ્રીઅલ એસોસીએશન), જીતેન્દ્ર દવે (અટીકા એન્જીનીયરીંગ એસોસીએશન).
આ કાર્યક્રમને સફળ બનાવવા નલીન ઝવેરી સંજય લાઠીયાની આગેવાની હેઠળ ગીરીશભાઈ ઠોસાણી, જીતેનભાઈ ઘેટીયા, ફેનિલ મેહતા, જીતેનભાઈ રવાણી, મૌતિકભાઈ ત્રિવેદી, ડો. ભાવેશ સચદે, યશભાઈ રાઠોડ, સ્મિતભાઈકનેરીયા, સંજયભાઈ કનેરીયા, હસુભાઈ કોટેચા, વસુભાઈ લુંધ,પ્રકાશભાઈ ઠક્કર, રિતેશભાઈ પાલા, લક્ષમણભાઇ સાકરીયા, બિપીનભાઈ ખોખાણી, જીતુભાઇ પરમાર, મેહુલભાઈ મેહતા,મિલિન્દભાઈ ગગલાણી, હરેશભાઇ સોનપાલ,મહેશભાઈ સોનપાલ, આશિષભાઇ પટેલ,વિનુભાઈ વેકરીયા, રાજેશભાઈ રાણપરીયા, પરસોત્તમભાઈ સાકરીયા, રાજેશભાઈ કુકડીયા, કમલેશભાઈ આંબલીયા, જયસુખભાઇ આડેસરા, સુરેશભાઈ હિરાણી, અશ્વિનભાઈ સખીયા,રોનકભાઈ નસીત,સંજયભાઈ મહેતા,, નલીનભાઈ અસોડીયા,ધવલભાઈ મહેતા, મયંક વ્યાસ, કુલદીપસીંહ સોલંકી, ચંદ્રેશભાઈ ઇન્દ્રોડીયા અને પ્રણવ પરીખ કાર્યરત રહ્યા હતા. આ તકે ઉદ્યોગકારોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો.‘સૌરાષ્ટ્ર-કચ્છ’ ના ઉદ્યોગકારો તથા વેપારીઓએ પૂરો સાથ અને સહકારની ખાતરી આપી હતી.
કાર્યક્રમનું સ્વાગત પ્રવચન તથા સંચાલન ‘સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી’ ના મહામંત્રી સંજય લાઠીયા એ કરેલ હતું.