હાલમાં ચાલી રહેલી પ્રિ-મોન્સુન કામગીરી અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલે શહેરના સેન્ટ્રલ ઝોનનાં વોર્ડ નં.૦૨ માં આવેલ એરપોર્ટ ફાટક પાસે, સાંઢીયા પુલ, જામનગર રોડ, ભોમેશ્વરવાડી પાસે તથા વોર્ડ નં.૦૩માં આવેલ પોપટપરા રેલ્વે નાલા પાસે આવેલ વોંકળાઓની મુલાકાત લીધેલ હતી.
તેમની સાથે ત્રણેય ઝોનનાં નાયબ કમિશનરઓ બી.જી.પ્રજાપતિ, એ.કે.સિંઘ અને સી.કે.નંદાણી, ત્રણેય ઝોનનાં સિટી એન્જી. એમ. આર. કામલીયા, એચ. યુ. દોઢિયા, કે. એસ. ગોહિલ, ટી.પી.ઓ. એમ.ડી.સાગઠીયા, પર્યાવરણ ઇજનેર નિલેશ પરમાર તથા પી.એ.(ટેક.) ટુ કમિશનર રસિક રૈયાણી અને આસિ.મેનેજર (કમિશનર વિભાગ) એન. કે. રામાનુજ હાજર રહયા હતા. તેમજ કમિશનર દ્વારા વોંકળા સફાઇ તેમજ પ્રિ-મોન્સુન અન્વયેની જરૂરી કામગીરી સત્વરે પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી.