- ઉધના પોલીસે બાતમીના આધારે ગાંજાના મુદ્દામાલ સાથે મહિલા અને પુરુષને ઝડપ્યા
- પોલીસે 24 કિલો ગાંજા સહીત 2,40,000નો મુદ્દામાલ કર્યો જપ્ત
- આ બંને ઓરિસ્સાના બ્રહ્મપુરના રહેવાસી હોવાનું આવ્યું સામે
- પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
સુરત ઉધના પોલીસે બાતમીના આધારે શાલીમાર એક્સપ્રેસમાં ગાંજાના મુદ્દામાલ સાથે છબીન હીનાદાસ અને ટુના શેટ્ટીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે બંને પાસેથી 24 કિલો ગાંજા સહીત 2 લાખ 40 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ આ બંને ઓરિસ્સાના બ્રહ્મપુરના રહેવાથી હોવાનું સામે આવ્યું હતું. આ બંને કેટલા સમયથી આ પ્રકારે ગાંજાની હેરાફેરી કરતા હતા તે બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરત પોલીસ છેલ્લા લાંબા સમયથી ‘નો ડ્રગ્સ ઇન સુરત’ અભિયાન ચલાવી રહી છે. જેમાં નશીલા દ્રવ્યોનું વેચાણ કરતા હોય તેવા પેડલરોને ઝડપી પાડવા સાથે તેમનું નેટવર્ક તોડી પાડવા માટેની કામગીરી સુરત પોલીસ કરી રહી છે. ત્યારે સુરતની ઉધના પોલીસને અંગત બાતમીદાર દ્વારા માહિતી મળી હતી કે ઓરિસ્સા ખાતેથી આવતી ટ્રેનમાં એક મહિલા અને પુરુષ ગાંજાનો જથ્થો લઈને સુરત ખાતે આવી રહ્યા છે.
સુરત પોલીસે ગાંજો લઈને આવેલા એક મહિલા અને પુરુષની ધરપકડ કરી છે. સુરત શહેરમાં ઉધના પોલીસની ટીમે ઉધના રેલ્વે સ્ટેશન પાર્કિંગ ગેટની બહાર જાહેર રોડ પરથી છબીત હીના દાસ અને ટુન્ના સોમ્બારી શેટ્ટીને ઝડપી પાડ્યા હતા. જેમાં આ આરોપીઓ પાસેથી 24 કિલો ગાંજો મળી આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે બંને આરોપીઓ સામે હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
‘નો ડ્રગ્સ ઇન સુરત સિટી’ અભિયાન હેઠળ સુરતની ઉધના પોલીસ દ્વારા બાતમીના આધારે ગાંજાનો જથ્થો લઈને આવતા એક મહિલા અને પુરુષને ઉધના રેલ્વે સ્ટેશન નજીકથી ઝડપી પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન પકડાયેલા આરોપીઓ પાસેથી 24 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો અને તે ગાંજો ઓરિસ્સા ખાતેથી લઈને આવતા હતા.
પોલીસે તેઓની પાસેથી 2,40,580 રૂપિયા ની કિમતનો 24 કિલો 58 ગ્રામ ગાંજાનો જથ્થો, 2 મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા 5110 મળી કુલ 2,51,190 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો. તેમજ પકડાયેલા મહિલા અને પુરુષ ઓરિસ્સાના વતની છે. હાલ આ મામલે ઉધના પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બાતમીને આધારે સુરત પોલીસે ઉધના રેલ્વે સ્ટેશનની બહાર વોચ ગોઠવી હતી અને રેલ્વે સ્ટેશનની બહાર આવતાની સાથે જ એક મહિલા અને પુરુષની અટકાયત કરી. તેની તલાશી લેતા આ બંને વ્યક્તિઓ પાસેથી 24 કિલો જેટલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પકડાયેલા વ્યક્તિઓમાં એક મહિલા કે જે મૂળ ઓરિસ્સાની વતની છે, છબિત હિના દાસ અને તેની સાથે પેડલર તરીકે આવેલો વ્યક્તિ પણ ઓરિસ્સાના ગજામ જિલ્લાનો ટુન્ના સોમવારી શેટ્ટી. આ બંને વ્યક્તિઓ પેડલર તરીકે કામ કરતા હતા અને ગાંજાનો જથ્થો સુરત આપવા માટે આવ્યા હતા.