એકબીજાી વિરોધી વિચારધારા ધરાવતા પક્ષોના ગઠબંધની બનનારી સરકારમાં સત્તાના અનેક ઉપરાંત નેતાઓના અહમ સહિતના અનેક પડકારો

મહારાષ્ટ્રમાં એનસીપી, શિવસેના અને કોંગ્રેસના ગઠબંધન મહારાષ્ટ્ર વિકાસ આઘાડીની બનનારી સરકારમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે મુખ્યમંત્રીપદે શપથ લેશે આ અવસરે વિપક્ષ તરફથી શકિતપ્રદર્શનની તૈયારી થઈ રહી છે. ઠાકરે પરિવારનો કોઈ સભ્ય સીએમ બનતો હોવાનું પહેલીવાર બની રહ્યું છે. દરમિયાન લગભગ ૮૦ કલાક સુધી પોતાના કાકા શરદપવાર સામે બગાવત કરનાર અજિત પવારને ઘરવાપસીના શિરપાવરૂપે ફરી રાજ્યના મહત્વપૂર્ણ પદ મળી શકે છે. નવી સરકારમાં એનસીપીને નાયબ મુખ્યમંત્રી પદ અને કોંગ્રેસને સ્પિકરનું પદ આપવા અંગે ત્રણેય પક્ષ વચ્ચે સહમતિ સધાઈ હતી. ભાજપ સાથે નાતો તોડીને અજિતે એનસીપીમાં વાપસી કરતાં તેમને મહત્વપૂર્ણ પદ સોંપવા માટે શિવસેના અને કોંગ્રેસે પણ સહમંતી બતાવી દીધી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના નેતાઓની સંયુક્ત બેઠક ગઈકાલે મળી હતી. ૪ કલાકની ચર્ચા બાદ મંત્રી મંડળમાં ખાતાઓની સોંપણી અંગે સહમતી સધાઈ છે એમ શિવસેના નેતા એકનાથ સિંદે અને કોંગ્રેસના નેતા મલ્લીકાર્જુન ખડગેએ જણાવ્યું હતું.આ અંગે આજે જાહેરાત થશે. શપથવિધિના કાર્યક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસના તમામ મુખ્યમંત્રીઓની સાથે દ્રમુકના પ્રમુખ એમકે સ્તાલિન, પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આમંત્રણ અપાયા છે. કાર્યક્રમમાં સામેલ થવા પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ય નિમંત્રણ મોકલાશે એમ શિવસેનાના સાંસદ સંજય રાઉતે જણાવ્યુ હતું. આ કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાજરી નહીં આપે. રાજયના વિવિધ ભાગોમાં આપઘાત કરનારા ચારસો ખેડૂતોના પરિવારજનોને આમંત્રણ કરાયા છે.

શિવાજી પાર્ક પર છ હજાર ચોરસ ફૂટનો વિશાળમંચ તૈયાર કરાયો છે. ગુરુવારની સાંજે ૬ અને ૪૦ મિનિટે ઉદ્ધવ ઠાકરે’ તેમજ અન્ય પ્રધાનો પણ શપથ લઈ શકે છે.’ શિવસેના નેતા સંજય રાઉતે ગઈકાલે મંગળવારે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિતશાહને પણ આમંત્રણ અપાશે. રાષ્ટ્રીય સ્તરના ક્યા નેતા ઉદ્ધવના શપથગ્રહણ સમારોહમાં આવશે, તેના પર સૌ કોઈની નજર રહેશે.’ એનસીપી સુપ્રીમો શરદ પવારે કોને કોને આમંત્રણ આપવું, તે નેતાઓની યાદી તેયાર કરવાની જવાબદારી સંભાળી હતી.

admin ajax 2

દરમ્યાન એક અહેવાલ અનુસાર, નાયબ મુખ્યમંત્રીનાં પદ માટે એનસીપી તરફથી જયંત પાટીલનાં નામો દોડમાં હોવાનું જાણવા મળ્યું હતું પરંતુ અજિતની ઘરવાપસીથી હવે સમીકરણ બદલતાં દેખાઇ રહ્યા છે. અજિત પવારે કહ્યું હતું કે મંત્રીપદના સંબંધમાં તેમનો પક્ષ જે પણ ફેંસલો લેશે તે મને મંજૂર છે. જો કે ભાજપ સાથે શા માટે ગયા હતા તેવો પ્રશ્ર્નનો તેમણે કોઇ જવાબ ન્હોતો આપ્યો. એનસીપી નેતા નવાબ મલિકે જણાવ્યું હતું કે અંતે અજિત પવારે ભૂલ માની લીધી છે. આ પારિવારિક મામલો છે અને શરદ પવારે તેમને માફ કરી દીધા છે. બીજી તરફ, શિવસેના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું હતું કે શિવસેના, એનસીપી, કોંગ્રેસનાં મહાવિકાસ અગાડી જોડાણમાં અજિત પવાર મોટી ભૂમિકામાં હશે.

એકવાર સરકાર બનશે તેને ટકાવી રાખવા માટે ત્રણેય પક્ષોએ એક કેન્દ્રીય સન રાખવાનું રહેશે.  કુમારસ્વામી અને કોંગ્રેસે કર્ણાટકમાં સરકાર બનાવી, પરંતુ પક્ષને બચાવી શક્યા નહીં.  કર્ણાટક સિવાય પણ ઘણા રાજ્યોમાં ગઠબંધન તૂટી ગયા છે. સરકાર ચલાવવા સાથે, ત્રણેય પક્ષોએ પોતાનો નારાજ જુથને સો  રાખવો પડશે. પરસ્પર સંકલન એ એક મોટો પડકાર હશે. તેમ છતાં, ત્રણેય પક્ષો દાવો કરે છે કે એક સામાન્ય ન્યુનતમ કાર્યક્રમ ખૂબ જ વિચારમંથન સાથે બનાવવામાં આવ્યો છે, તેનો અમલ કરવો સરળ રહેશે નહીં. જો ચૂંટણીમાં જોડાણ તરીકે જશે તો સાથે કેવી રીતે લડીશે તે ખૂબ જ જટિલ બાબત હશે. ત્રણેય પક્ષોએ રાજકીય સ્થાન બલિદાન આપવું પડશે. તે કોઈ પણ માટે સરળ નહીં હોય. સરકારની રચના, શિવસેના, એનસીપી અને કોંગ્રેસની પ્રક્રિયામાં ત્રણેય પક્ષના નેતાઓએ સમાન ભૂમિકા ભજવી હતી. હવે પડકાર એ રહેશે કે સરકારની અંદર મહત્વપૂર્ણ નિર્ણય કોણ લેશે. જો કે, ગઠબંધનના નેતાઓ કહે છે કે તેઓએ પહેલાથી જ બધું સાફ કરી દીધું છે.

મહારાષ્ટ્રમાં એક સાથે આવ્યા પછી રાષ્ટ્રીય રાજકારણમાં આ ત્રણેય પક્ષો કેવી રીતે આ મિત્રતાને આગળ ધપાશે તે મોટો પ્રશ્ન છે. સંજય રાઉતે સંકેત આપ્યો છે કે આ જોડાણની અસર રાષ્ટ્રીય રાજકારણ પર પડશે. શિવસેનાના છાવણી બદલાયા પછી રાજકારણ કેવી રીતે વળાંક લે છે તે જોવું રસપ્રદ રહેશે. છેલ્લા કેટલાક સમયથી ઉદ્ધવની પાર્ટીએ અન્ય રાજ્યોમાં પણ ચૂંટણી લડવાનું શરૂ કર્યું છે અને રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશવાનો તેમનો હેતુ પણ આગળ આવી રહ્યો છે. શું યુપીએ તેમને આ સ્થાન આપશે? આ મહાગઠબંધનમાં ઘણા દિગ્ગજ નેતાઓ સિવાય ત્રણ પૂર્વ મુખ્યમંત્રી છે. કોંગ્રેસ તરફથી પૃથ્વીરાજ ચૌહાણ અને અશોક ચવ્હાણ અને એનસીપી તરફથી શરદ પવાર છે. ગઠબંધન માટે શાસન દરમિયાન આ નેતાઓના અહંકારને નિયંત્રણમાં રાખવું પણ સરળ રહેશે નહીં.

મહાગઠબંધને જે મોટાં વચનો આપ્યાં છે તે પૂરાં કરવા આ મિશ્ર સરકાર માટે સહેલું નહીં બને. શાસનના સ્તરે સરકારની કામગીરી ગઠબંધનનું ભાવિ મોટા પ્રમાણમાં નક્કી કરશે. ભાજપ સરકારનો સખત વિરોધ થશે. કેન્દ્ર સરકાર સાથે સંબંધ જાળવવાનું પડકાર પણ છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન, બંને જગ્યાએ સમાન પાર્ટીની સરકાર હોવાનો ફાયદો થયો છે. ત્રણેય પક્ષોને તેમના ધારાસભ્યો ઉપરાંત અપક્ષોનો ટેકો છે. આ મોરચે મળેલી સફળતા પ્રમાણે આગળનો રસ્તો તૈયાર કરવામાં આવશે.કોંગ્રેસ-એનસીપી બિનસાંપ્રદાયિક રાજકારણનું પ્રતિનિધિત્વ કરે છે. શિવસેનાની ઓળખ આક્રમક હિન્દુત્વ છે. ત્રણેય પક્ષો વારંવાર દાવો કરી રહ્યા છે કે તેઓ આ વિચારધારાને બાયપાસ કરશે અને મોટા મુદ્દાઓ સાથે આગળ વધારશે. જો કે  રાજકારણમાં આ એટલું સરળ નથી. ૨૪ નવેમ્બરના રોજ ઉદ્ધવ ઠાકરેનો અયોધ્યામાં જઇને રામ મંદિર નિર્માણની ઘોષણા કરવાનો કાર્યક્રમ હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ-એનસીપીના નેતાઓના દબાણ પર આ મુલાકાત મોકૂફ રાખવામાં આવી હતી. આગળ આવી સ્થિતિ આ ગઠબંધનનો ર કાશીએ કેવી રીતે પહોંચશે તે પણ એક યક્ષ પ્રશ્ર્ન છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.