૨૫ લાખના ખર્ચે આરોગ્ય-સફાઇ અને ફાયર બ્રિગેડના કર્મચારીઓને ૧૦ હજાર જેટલા સાબુ આપવાનો સંકલ્પ
કોરોનાનો કહેર વિશ્ર્વઆખામાં દિન-પ્રતિદિન વધી રહ્યો છે. ભારતમાં વડાપ્રધાન નરેન્દ્રમોદી દ્વારા ૨૧ દિવસનું દેશવ્યાપી લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે આ મહામારીના સમયમાં રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કર્મચારીઓ, સફાઇ કર્મચારીઓ, ફાયર બ્રિગેડના જવાનો સહિતના પોતાની કામગીરી કરી રહ્યા છે.
ત્યારે મનપાના સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઇ કાનગડ દ્વારા સ્વ ખર્ચે મનપાના આરોગ્ય કર્મચારીઓ, સફાઇ કર્મચારીઓ ફાયર બ્રિગેડના જવાનોને દસ હજાર જેટલા સાબુ આપવામાં આવનાર છે. તેઓને વોર્ડ ઓફિસ ખાતેથી ડેટોલ સાબુ મળી રહેશે.
ત્યારે ઉદયભાઇ કાનગડે જણાવ્યું હતું કે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન હાલના લોકડાઉનના સમયમાં લોકો રાશનકીટ ભોજન તો સૌ કોઇ આપે જ છે. પરંતુ ત્યારે મનપાના કર્મચારીઓ, પોતાની ફરજ બજાવતા હોય તો તેમની સ્વચ્છતાને ધ્યાને રાખી પોતે સ્વચ્છ રહે તે માટે પહેલ કરવામાં આવી છે અને વધુમાં જણાવ્યું હતું કે જો કોઇ પહોંચતા દાતા હોય તો તેમને આવી સેવા કરવા અનુરોધ કર્યો હતો.