વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપા સરકારના સુશાસનના સાત વર્ષ પૂર્ણ થવાના અવસરે નરેન્દ્રભાઇ મોદી વિશ્ર્વના શક્તિશાળી નેતા તરીકે સાબિત થયા છે તેમજ જેના પાયામાં ખાસ કરી દેશનો સર્વાંગી વિકાસની સાથોસાથ દેશમાંથી આંતકવાદ નાબૂદ થાય અને સૌનો સાથ, સૌના વિકાસ સાથે રાષ્ટ્રનું ગૌરવ વધે તેવા આશય સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સતત કાર્યરત છે. ત્યારે કેન્દ્ર તેમજ રાજ્યની ભાજપ સરકારે સંગઠન તેમજ સમાજની શક્તિને જોડીને અનેકવિધ લોકકલ્યાણકારી અને લોકહીતકારી યોજનાઓ દ્વારા જનતામાં અપાર લોકચાહના મેળવી છે.
ત્યારે પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા કેન્દ્રની નરેન્દ્રભાઇ મોદીના વડપણવાળી ભાજપા સરકારના સુશાસનના સાત વર્ષની ઉજવણી અંતર્ગત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડના નેતૃત્વ હેઠળ પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાની ટીમના સભ્યો વાવાઝોડાથી પ્રભાવિત ઉના, ગીરગઢડા, જાફરાબાદ, રાજુલા સહિતના અસરગ્રસ્ત વિસ્તારના લોકો માટે 5 હજાર જેટલી રાશન કીટો તૈયાર કરી પહોંચાડવામાં આવી હતી. આ તકે પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડે શિયાળ બેટથી હોડીમાં બેસી ચાંચ ગામના વાવાઝોડાથી અસરગ્રસ્તોને જીવન-જરૂરીયાતની વસ્તુઓ પહોંચાડી ‘માનવી ત્યાં સેવા’ના મંત્રને ચરિતાર્થ કર્યો હતો.
આ તકે ઉદય કાનગડે જણાવેલ કે સેવા અને સત્કાર્યના ભાવ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દુ:ખ ભોગવતા અસરગ્રસ્તો લોકોની વ્હારે આવી મદદરૂપ થવાના હેતુસર રાશન કીટોનું વિતરણ કરવાનો પ્રારંભ કરેલ છે ત્યારે દેશના સાત-સાત વર્ષ સુધી સુશાસન આપી વિશ્ર્વમાં ડંકો વગાળનાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ‘સેવા હી સંગઠન’ની શીખ આપી છે, જેથી અમે છેવાડાના માનવીની અવિરણ સેવા કરતા રહીશું.
આ તકે ઉદય કાનગડના નેતૃત્વમાં પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી સનમભાઇ પટેલ, ઉપાધ્યક્ષ યોગેશભાઇ ગઢવી, મહેન્દ્રભાઇ બાવળીયા, દેવેન્દ્રભાઇ પ્રજાપતી, નાજાભાઇ ઘાંઘર, જે.કે. ચાવડા, મંત્રી પ્રજ્ઞેશભાઇ બ્રહ્મભટ્ટ, પી.એન. માળી, મયુરભાઇ માંજરીયા, દિલીપભાઇ બારડ, કોષાધ્યક્ષ અનિલભાઇ રાણા, પ્રદેશ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, પૂર્વ ધારાસભ્ય કે.સી. રાઠોડ, નગરસેવક બાદલભાઇ હુંબલ સહિતના અગ્રણીઓ દ્વારા સ્વખર્ચે રૂા.26 લાખના ખર્ચે તૈયાર કરાયેલ 5 હજાર જેટલી રાશન કીટોનું વાવાઝોડાથી પ્રભાવિત ઉના, ગીરગઢડા, જાફરાબાદ, રાજુલા સહિતના અસરગ્રસ્ત લોકોને વિતરણ કરાયું હતું.