ઇસ્લામમાં ક્યારેક હિંસાને સ્થાન નથી પયંગમ્બર સાહેબે પણ પોતાના વિરોધીઓ અને કાવતરા કોરોને માફ કરી ઇસ્લામ ધર્મની વિશાળતાના જગતને દર્શન કરાવ્યા હતા.. ઇસ્લામ શાંતિનો ધર્મ છે ઉન્માદનો નથી
મજહબ નહીં શિખાતા આપસમે વેર રખના…. ભાજપના વરિષ્ઠ નેતા અને હજ કમિટી ઓફ ઇન્ડિયા ના પૂર્વ ચેરમેન ઈરફાન અહેમદે ઉદયપુર અમરાવતી કાંડ ને આકરા શબ્દોમાં વખોડીને એક નિવેદનમાં જણાવ્યું છે કે સદીઓથી લોકોને ધર્મના નામે જે અફીણ આપવામાં આવી રહ્યું છે તેના પરિણામે યુવાનો આવા કર્મો માટે તૈયાર થઈ રહ્યા છે, જે રસ્તા પર ઉતરીને અલ્લાહુ અકબરના નારા લગાવી પીઠ ઉપર લાઠીયો અને છાતીમાં ગોળીઓ ખાઈ લે…. અને પછી કહેવાતા સમાજના બનાવટી નેતાઓ તેમના ઘેર જઈને મગરના આંસુ સારે છે અને આવા યુવાનો ના મૂર્તિઓને શહીદીનો આપીને જન્નત પાકી કરી દે….ત્યાર પછી ફાળા ઉપર ચાલતી સંસ્થાઓ અને સંગઠનો મેદાનમાં આવી જાય છે અને ભોગ બનનારાઓ ની મદદ ના નામે ખૂબ જ ફાળો ભેગો થઈ જાય છે, આમ જોવા જઈએ તો સમગ્ર સમાજ ને વિકાસની દિશામાં આગળ લઈ જઈ યુવાનોને વાસ્તવિક સ્થિતિ સમજાવી શિક્ષણ અને વિકાસ તરફ આગળ લઈ જવા જોઈએ પરંતુ આગેવાનો સમાજને ગુમરાહ કરી પોતાના થેલા ભરવા માં વ્યસ્ત રહે છે આ થેલા કયામત સુધી ક્યારેય ભરાવવાના નથી.
ઇરફાન અહેમદ એ વધારામાં જણાવ્યું હતું કે નવાયની વાત તો એ છે કે આ અફીણની અસર ત્યાં સુધી નથી દેખાતી જ્યાં સુધી કોઈ અન્યાય થયોના હોય તેવી વાત મગજમાં નથી ઉતરતી આ કામ સમાજના આગેવાનો ને પણ સમજવી જોઈએ, દ્રષ્ટિ કોણ દુરસ્ત કર્યા વગર કોઈપણ નિર્ણય અને પ્રવૃત્તિ કરવાથી અને યુવાનોને રસ્તા પર ઉતારવાની પોતાના હક અધિકાર માટે કહેવાતા નારાબાજી કરાવવાથી ક્યારેય ફાયદો થવાનો નથી… અફસોસ એ વાતનો છે કે ઇસ્લામ ધર્મ માનવતાને જે અફીણમાંથી મુક્તિ દેવડાવવા માટે આવ્યો છે.. આ અફીણી કેફ જ પોતાના માનવાવાળાઓને ગુલામ બનાવી ચૂક્યો છે .આ વાત મુસલમાનોને પણ સમજાતી નથી તેમણે જણાવ્યું હતું કે ખરેખર તો દેશ નહીં સમગ્ર વિશ્વના મુસ્લિમોએ ઇસ્લામના સાચા સિદ્ધાંતોને સમજવાની જરૂર છે.
ઇસ્લામ કોઈ ધર્મ નથી કે કોઈ નિયમ પાડી લેવાથી અને નારા લગાવવાથી તેનું પાલન પૂરું થઈ જાય ઇસ્લામ એક એવો મજબ છે જે ખૂબ જ સમજી વિચારીને અભ્યાસ કરવાનો હોય છે ઇસ્લામ કોઈ પંથ નથી કે કોઈ વાઘા નથી કે જેને તેના પર ચાલીને તેને પહેરી લે ગમે તે કરવાની છૂટ મળી જાય ઇસ્લામેક જવાબદારીનું નામ છે .ખૂબ જ મોટી જવાબદારી છે કે જે સમાજમાં શાંતિ સલામતી અને ભાઈચારાનું સર્જન કરે જરાક વિચારો આ કઈ જવાબદારીઓ છે? જે લોકો ઉપાડી રહ્યા છે ,હલકી મનોવૃત્તિ વાળા લોકો તેને મન ફાવે તેમ વાપરી રહ્યા છે ,સ્વાર્થી લોકો પોતાના ફાયદા માટે લોકોને ગેરમાર્ગે દોરીને ઇસ્લામના નામે અશાંતિ સર્જે છે.. ઇસ્લામના પેગંબર સાહેબે તો પોતાને અપશબ્દ કહેવા વાળાને, પોતાને શહેર બહાર કાઢવા વાળાને ,પથ્થર મારી મારીને લોહી લુહાણ કરી દેવા વાળાને ,ત્યાં સુધી કે ઝેર આપીને મારી નાખવાની કોશિશ અને કાવતરા કરવા વાળાઓને પણ માફ કરી દીધા હતા, કેમ ?કારણકે તે સમાજ અને સંસારમાં સુલે શાંતિ અને ભાઈચારાની વ્યવસ્થા ઉભી કરવા માંગતા હતા અને તેમણે પોતાના જીવનમાં તે કરી બતાવ્યું.
ઇસ્લામ સંકુચિત વિચારધારા વાળો ધર્મ નથી, નાની મોટી વાતોને નજર અંદાજ કરીને સમાજ જીવનમાં આગળ વધવાની પદ્ધતિ છે નાની નાની વાતો એ મોટા મોટા ઝઘડા ઉભા કરવા એ ઇસ્લામની વાત નથી હા આ તાલીબાની અફીણ ખાઈને ફરતા લોકોને પોતાની ધર્મ સંસ્કૃતિ અને જવાબદારી નું ભાન નથી.
ઈરફાન અહેમદી જણાવ્યું હતું કે હું ઇસ્લામ ધર્મના તમામ જવાબદાર બુદ્ધિજીવી આગેવાનો ધર્મગુરુ ભલે સંખ્યામાં લોટમાં મીઠા જેટલી જ સંખ્યામાં હોય, પરંતુ ઇસ્લામ ધર્મ અને મુસલમાનો સાથે લાગણી ધરાવતા તમામ બુદ્ધિજીવીઓને હું અપીલ કરું છું કે મુસ્લિમ યુવાનોને ધર્મવાદ ધર્મના આ બહાર આવે અને પોતાના રાષ્ટ્ર ધરમ અને એકતા ને વધુ મજબૂતબનાવવા કાર્યરત થઈ જાય જો આ જવાબદારી સમાજના આગેવાનો સમયસર નહીં સમજે તો અમનનો રસ્તો સાફ નહીં થાય હું મારા દેશના યુવાનોને અપીલ કરું છું કે તે પોતાના દેશ સાથે પ્રેમ કરે અને તરકી માટે એક થઈને પોતાની રાષ્ટ્રવાદી વિચારધારા ની સાબિતી આપે અને દેશને પોતાની સેવા આપે.