ચીનની મોટામાં મોટી ઈ-કોમર્સ કંપનીથી દેશમાં ચાંદી હી ચાંદી
ચીનની વિશાળ ઈ-કોમર્સ કંપની અલિબાબાએ ઉત્કૃષ્ટ રકમનું વળતર મેળવી ૧૩૨ ટકાનો નફો કમાયો છે. જેથી પેઢીએ તેની વાર્ષિક આવકની અપેક્ષા વધારી દીધી છે. ચીનના મોટામાં મોટી કંપનીએ જણાવ્યું હતું કે, સપ્ટેમ્બરના અંતે ૩ મહિનામાં આ કંપનીએ ૧૭.૬૭ બિલિયને પહોંચી ચૂકયા હતા. ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર મેગી વુએ જણાવ્યું હતું કે, તેમને ત્રિમાસમાં ઘણી આવક થઈ હતી. તેથી તેના રેવેન્યુમાં ૬૧ ટકાનો વધારો થયો હતો. જે અલિબાબાની આર્થિક સ્થિતિને વધુ સક્ષમ બનાવે છે.
અલિબાબાએ જણાવ્યું હતું કે, આ ત્રિમાસિક વધારાનું કારણ ટેકનોલોજીનું વિસ્તરણ છે. તેથી તેની એપ્લીકેશન ઓનલાઈન શોપીંગની ક્ષમતામાં વધારો થયો હતો. આ એક શોપિંગ ઓપ્શનનો આજે અબજો લોકો ઉપયોગ લઈ રહ્યા છે. હાલ કંપનીની વાર્ષિક ઉપજમાં ૪૯-૫૩ ટકાનો વધારો થયો હતો. જોકે ગયા વર્ષે ૪૯-૪૯ જ રહ્યો હતો. આ વૃદ્ધિને કારણે હવે કંપનીના પ્લાનમાં પણ વધારો કરી શકાશે. અલિબાબા જેણે આજે અઢળક સિદ્ધિ મેળવી લીધી છે તેના ફાઉન્ડર જેક મા આજે ચીનના સૌથી ધનવન વ્યકિત બની ચુકયા છે.
તેમજ ઈ-કોમર્સ જગતના આઈકોન બની ચુકયા છે. દેશભરના રોકાણકારો સહિતના લોકોની નજર આજે તેમની ઉપર છે. ચીનના ઈ-કોમર્સમાં અલિબાબાનું મોટું યોગદાન છે. અલિબાબાએ કોર કોમર્સ, કલાઉડ કમ્પ્યુટીંગ તેમજ ડિજીટલ મીડિયાના મારફતે આજે આટલો નફો રળ્યો છે. કોર કોમર્સથી તેમના વેચાણમાં ૬૩ ટકાનો વધારો કરાવ્યો છે. ચીનના અર્થતંત્રને આશ્ર્ચર્યજનક સફળતા અલિબાબાએ ઈ-કોમર્સ દ્વારા અપાવી છે.