Table of Contents

રાજકારણના એપી સેન્ટર મહારાષ્ટ્રમાં

રાજભવનમાં સવારે આઠ વાગ્યે યોજાયેલા સાદા સમારંભમાં રાજ્યપાલ કેશ્યારીએ મુખ્યમંત્રીપદે દેવેન્દ્ર ફડણવીસને જ્યારે ઉપમુખ્યમંત્રી પદે અજીત પવારને શપથ લેવડાવ્યા: ભાજપ અને એનસીપીની સરકાર રચાવાથી સરકાર રચવાના સ્વપ્ન જોતા શિવસેના-કોંગ્રેસને રાજકીય ‘ચેકમેટ’

મહારાષ્ટ્રની રાજકીય ગતિવિધિઓ પર ‘અબતક’ના અહેવાલો ફરી સાચા ઠર્યા

રાજ્યપાલે ફડણવીસ સરકારને ૩૦ નવેમ્બર સુધી વિધાનસભામાં બહુમતિ સાબિત કરવા આદેશ કર્યો

અજીત પવારે એનસીપીમાં ભંગાણ પાડયાની ચર્ચા: એનસીપીના ૩૦થી વધારે ધારાસભ્યો તેમની સાથે હોવાની ચર્ચા

ફડણવીસ સરકારની એકાએક રચના બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં આક્ષેપો પ્રતિ આક્ષેપોનો દોર શરૂ: રાતના અંધકારમાં રાજભવનમાં પાપ થયાનો શિવસેનાનો આક્ષેપ

ખંધા રાજકારણી શરદ પવારનો ખુલાસો, ભાજપ સાથે સરકાર રચવાનો નિર્ણય અજીત પવારનો વ્યક્તિગત: પવારે વિશ્વાસઘાત કર્યો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

સવારમાં ફડણવીસ સરકારની રચના બાદ સ્તબ્ધ થઇ ગયેલા શિવસેના, કોંગ્રેસમાં તાત્કાલિક બેઠકોનો દોર ચલાવ્યો

દેશની રાજકીય, સામાજીક, ધાર્મિક અને આર્થિક ચળવળનું કેન્દ્ર બિંદુ દાયકાઓથી મહારાષ્ટ્ર ગણાય છે. મહારાષ્ટ્રમાં થતા પરિવર્તનોની અસર સમગ્ર દેશની વ્યવસ્થા પર થતી હોય છે. આવા મહારાષ્ટ્રના રાજકારણમાં આજે મોટો યુ-ટર્ન જોવા મળ્યો હતો. જેમાં ભાજપ અને એનસીપીએ સાથે મળીને સરકાર રચી નાખી હતી. ગઈકાલ રાત્રી સુધી રાજયમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસના ગઠ્ઠબંધનની ઉધ્ધવ ઠાકરેના મુક્યમંત્રીપદે સરકાર નિશ્ચિત બની હોવાની વાતો ચાલતી હતી. પરંતુ, શિવસેના સરકાર રચે તે પહેલા ભાજપે આજે વહેલી સવારે એનસીપીના ટેકાથી સરકાર રચી નાખી છે. રાજયપાલ ભગતસિંહ કોશીયારીએ ભાજપના દેવેન્દ્ર ફડણવિશનો મુખ્યમંત્રીપદે જયારે એનસીપીના અજીત પવારને ઉપમુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. ભાજપની રાજકીય ચાલ સામે ફરી એક વખત શિવસેના અને કોંગ્રેસ ચેકમેટ થઈ જવા પામી છે.

19 11 2019

રાતોરાત થયેલા મોટા રાજકીય ઉલટફેર સમાન આ ઘટનાક્રમમાં ભાજપના વિધાનસભાના નેતા દેવેન્દ્ર ફડણવિસે વહેલી સવારે એનસીપીના વિધાનસભાના નેતા અજીત પવાર સાથે જઈને રાજયપાલ દેવેન્દ્ર ફડણવિસ સમક્ષ ભાજપ-એનસીપીની સરકાર રચવાનો દાવો કર્યો હતો. તેમને પોતાની પાસે બહુમતિ પૂરતા ધારાસભ્યોનો ટેકો હોવાનો પૂરાવા આપ્યા હતા. જે બાદ રાજયપાલે રાજયમાં રહેલા રાષ્ટ્રપતિ શાસનને ઉઠાવી લેવા રાષ્ટ્રપતિને ભલામણ કરી હતી. જેને રાષ્ટ્રપતિએ મંજૂરી આપતા વહેલી સવારે ૫.૪૭ વાગ્યે રાજયમાંથી રાષ્ટ્રપતિ શાસન ઉઠાવી લેવામાં આવ્યું હતુ જે બાદ રાજયપાલે દેવેન્દ્ર ફડણવિસને સરકાર રચવા માટે આમંત્રણ આપ્યું હતુ આ બદલાયેલા રાજકીય ઘટનાક્રમ અંગે શિવસેના અને કોંગ્રેસ નેતાઓ કાંઈપણ કાર્યવાહી કરે તે પહેલા સવારે આઠ વાગ્યે રાજ ભવનમાં સાદો સમારંભ યોજીને રાજ્યપાલે કોશીયારીએ દેવેન્દ્ર ફડણવિસને મુખ્યમંત્રીપદના જ્યારે અજીત પવારને ઉપમુખ્યમંત્રી પદના શપ લેવડાવ્યા હતાં.

22 11 2019

શપથ લીધા પછી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે શિવસેનાએ આદેશનો અપમાન કર્યો છે અને રાજ્યને ખિચડી સરકારની જરૂર નથી. અમે સો ચૂંટણી જીતી લીધી હતી અને શિવસેનાએ પીછેહઠ કરી હતી. મહારાષ્ટ્રને સ્થિર શાસનની જરૂર હતી. તેથી અમે એનસીપી સાથે આવ્યા છીએ. અમે રાજ્યને સ્થિર સરકાર આપીશું. ગઈકાલ સાંજ સુધીમાં કોંગ્રેસ-એનસીપીના સમર્થનથી શિવસેનાએ સરકાર બનાવવાની ચર્ચાઓ થઈ રહી હતી, પરંતુ શનિવારે સવારે રમત બદલાઈ ગઈ હતી અને શિવસેના ભાજપથી ચેકમેટ થઈ ગઈ હતી. ગઈકાલ સાંજ સુધીમાં શિવસેનાના નેતા સંજય રાઉત ઉદ્ધવ ઠાકરે સીએમ બને તેવી સંભાવના વ્યક્ત કરી રહ્યા હતા. મીડિયામાં એવી ચર્ચાઓ પણ થઈ રહી હતી કે શિવસેનાના નેતાઓ શનિવારે રાજ્યમાં રાજ્યપાલની રાષ્ટ્રપતિ શાસન હટાવવાની માંગ કરીને સરકાર રચવાનો દાવો કરશે, પરંતુ ભાજપે તેના પૂર્વ સાથી શિવસેના સામે એવા રાજકીય દાવ લગાવ્યા કે તેમાં રહી તેમનું કંઈ જ આવ્યું નથી. ગઈકાલે કોંગ્રેસ-એનસીપી અને શિવસેનાની બેઠક બાદ શરદ પવારે પણ કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે સીએમ બનશે. જોકે કોંગ્રેસ હજી સુધી મુખ્યમંત્રી પદ વિશે સ્પષ્ટ નહોતી, પણ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પૃથ્વીરાજ ચવ્હાણે બેઠક બાદ ત્રણેય પક્ષોની ગઠબંધન સરકાર પ્રત્યે સકારાત્મક વલણ બતાવ્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે મંત્રાલયની વહેંચણી અંગેનો મામલો પણ અંતિમ બની ગયો છે અને સરકાર બનાવવાની કવાયત આજની શરૂ નારી હતી. પરંતુ ભાજપ-પવારની માસ્ટર ચાલ સામે શિવસેના, કોંગ્રેસની મહત્વકાંક્ષા પર પાણી ફરી જવા પામ્યું હતું.

15 11 2019

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફડણવીસને ફરી મુખ્યમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. વડા પ્રધાને કહ્યું કે મને વિશ્વાસ છે કે બંને નેતાઓ મહારાષ્ટ્રના સારા ભવિષ્ય માટે સાથે મળીને કામ કરશે. શપથ લીધા બાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અમે ચૂંટણી જીતી લીધી હતી અને શિવસેનાએ પીઠબળ આપ્યું હતું. મહારાષ્ટ્રને સ્થિર શાસનની જરૂર હતી. તેથી અમે સાથે આવ્યા છે. અમે રાજ્યને સ્થિર સરકાર આપીશું. ફડણવીસે કહ્યું કે તેઓ મહારાષ્ટ્રને સ્થિર સરકાર આપશે.

7 11 2019

ફડણવીસે વધુમાં કહ્યું હતું કે રાજ્યમાં ખીચડી સરકારની જરૂર નથી. શિવસેનાએ આદેશનો અપમાન કર્યો. તેથી આપણે આ પગલું ભરવું પડયું. બીજી તરફ અજિત પવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં ખેડૂતોની સમસ્યા અમારી પ્રાથમિકતા છે. ફડણવીસે વડાપ્રધાન મોદી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાનો ફરીથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે રાજ્યનું નેતૃત્વ કરવા તક આપવા બદલ આભાર માન્યો હતો. અજિત પવારે કહ્યું કે, ચૂંટણી પરિણામોના દિવસથી કોઈ પાર્ટી સરકાર બનાવવાની સ્થિતિમાં નહોતી. મહારાષ્ટ્રમાં ખેડૂતોના મુદ્દા સહિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી અમે સ્થિર સરકાર બનાવવાનું નક્કી કર્યું.

12 11 NEW

આ મામલે કોંગ્રેસે એનસીપી પર પ્રહાર કરતા કહ્યું છે કે, શરદ પવારે અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. જયારે શરદ પવારે ખુલાસો કર્યો છે કે, આ નિર્ણય એનસીપીનો નથી હવે મહારાષ્ટ્રમાં એનસીપીના ભાગલા પડે તેવી શકયતા છે. જોકે રાતોરાત થયેલા આ ઉલટફેરથી શિવસેનાને ખૂબ આઘાત લાગ્યો છે. શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું છે કે, અજીત પવાર કાલે સાંજે અમારી સાથે જ બેઠા હતા અને આજે સવારે તેમણે શપથ લઈને અમારી સાથે વિશ્ર્વાસઘાત કર્યો છે. તેમની બોડી લેગવેંગજ કાલે જ અમનેશંકાસ્પદ લાગતી હતી તેમણે રાતોરાત અંધારામાં બીજેપીના સાથ આપીને પાપ કર્યું છે. અમારી શરદ પવાર સાથે વાતચીત થઈ છે. અમે જાણીએ છીએ કે આ નિર્ણય સાથે તેમને કોઈ લેવા દેવા નથી. બીજેપીને સાથે આપવોએ અજીત પવારનો નિર્ણય છે. એનપીસીનો નિર્ણય નથી બીજેપી અને અજીત પવારે મહારાષ્ટ્રની જનતા સાથે દગો કર્યો છે.

4 11 2019

મહારાષ્ટ્રમાં થયેલા રાજકીય ફેરબદલ બાદ સ્તબ્ધ થઈ ગયેલા શિવસેના અને કોંગ્રેસના વરિષ્ટ નેતાઓએ બેઠકોનો દોર ચલાવી રહ્યા છે.કોંગ્રેસે મુંબઈના નહેરૂ સેન્ટરમાં ઈમરજન્સી બેઠક બોલાવી છે જેમાં અહેમદ પટેલ સહિતના કોંગ્રેસી આગેવાનો ઉપસ્થિત રહેનારા હોવાનું સુત્રોએ જણાવ્યું છે. જયારે શિવસેના સુપ્રીમો ઉધ્ધવ ઠાકરે અને એનસીપીના સુપ્રીમો શરદ પવાર વચ્ચે પણ બેઠક યોજાનારી છે. જે બાદ બંને નેતાઓ પત્રકાર પરિષદ યોજીને આ ઘટનાક્રમ અંગે પોતાની પ્રતિક્રિયા આપીને ભાવિ રણનીતિ અંગેની માહિતી આપનારા હોવાનું જાણવા મળ્યું છે. કોંગ્રેસે અને શિવસેનાએ પોતાના ધારાસભ્યો તુટવાના ભયથી સલામત સ્થળે મોકલી આપ્યા છે.

16 11 2019

શરદ પવારે ભાજપ સરકારમાં જોડાવવાનો નિર્ણય પોતાના ભત્રીજા અને એનસીપીના વિધાનસભાના નેતા અજીત પવારનો હોવાનું જણાવીને હાથ ખંખેરી લીધા છે. જેથી, રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા થઇ રહી છે કે અજીત પવારે એનસીપીમાં બળવો કર્યો હોવાનું તેની સાથે એનસીપીના ૩૦ થી વધારે ધારાસભ્યો હોવાનું માનય રહ્યું છે. જો કે, ભાજપે તેમની પાસે ૧૭૦ ધારાસભ્યોનો ટેકો હોવાનું અને રાજયપાલે વિધાનસભામાં બહુમતિ સાબિત કરવાના ૩૦મી નવેમ્બર સુધીના આપેલા સમયગાળા પહેલા બહુમતિ સાબિત કરવાનો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો. જેથી, શિવસેનાનો ૧પ જેટલા ધારાસભ્યો પણ દેવેન્દ્ર ફડણવીસ સરકારના ટેકામાં હોવાનું રાજકીય સુત્રોએ જણાવ્યું છે.

1 11 2019

એકાદ માસ પહેલા યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચુંટણીમાં સાથે લડેલા ભાજપ અને શિવસેનાને સ્પષ્ટ બહુમતિ મળ્યા બાદ બન્ને વચ્ચે સર્વોપરિતાનો જંગ મંડાયો હતો. શિવસેનાએ પહેલા અઢી વર્ષ મુખ્યમંત્રી પદ આપવા સહીતની માંગણીઓ મુકતા ભાજપે શિવસેનાની કાયમી દાદાગીરી સામે ઝુકવાના બદલે તેને રાજકારણમાં કટ ટુ સાઇઝ પ્રમાણે વેંતરી નાખવાનો નિર્ણય કર્યો હતો.

2 11 2019

શિવસેનાએ પોતાની રાજકીય અપરિપકવતા દાખવીને એનસીપી – કોંગ્રેસ સાથે સરકાર રચવા પ્રયાસો શરુ કર્યા હતા. પરંતુ નિશ્ચિત સમયગાળામાં શિવસેના- એનસીપી અને કોંગ્રેસના ટેકાની સરકાર રચવાનો દાવો ન  કરી શકતા રાજયપાલ કોશીયારીએ રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ભલામણ કરી હતી. રાજયપાલની ભલામણ પર કેન્દ્રીય કેબીનેટ મંજુરી આપતા રાષ્ટ્રપતિઓ રાજયમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ભલામણ કરી હતી. જે બાદ શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસના ટેકાથી સરકાર રચવાના પ્રયાસો તેજ કર્યા હતા. પરંતુ ખંધા રાજકારણી શરદ પવારે આશ્ર્ચર્યજનક રીતે સમગ્ર  પ્રક્રિયા અંગે દહીં, દુધમાં પગ રાખ્યો હતો.

8 11 2019

શરદ પવારે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે બેઠક કર્યા બાદ મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાની સરકાર રચાવાની અટકળો રાજકીય પંડીતો સેવી રહ્યા હતા. પરંતુ, શરદ પવારે વડાપ્રધાન મોદી સાથેની બેઠક બાદ બીજા દિવસ ફરીથી શિવસેના- કોંગ્રેસ સાથે સરકાર રચવા બેઠકોનો દોર ચલાવ્યો હતો. ગઇકાલે બપોર બાદ સરકાર રચવા આખરી સમજુતી થઇ હોવાનો શિવસેના- કોંગ્રેસ અને એનસીપીના વરિષ્ઠ નેતાઓ દાવો કરીયો હતો. ત્યારે પણ શરદ પવારે ભેદી વલણ અપનાવ્યું હતું. રાજકીય પંડીતોના જણાવ્યા અનુસાર શરદ પવારની મંજુરી વગર તેમના રાજકીય વારસ ગણાતા અજીત પવાર પાણી પીતા નથી તો અજીત પવાર, એનસીપીના ભંગાણ કેવી રીતે પાડી શકે તે મોટો યજ્ઞ પ્રશ્ર્ન ઉભો થવા પામ્યો છે. મહારાષ્ટ્રના રાજકારણમાં હંમેશા શરદ પવારની ભેદી ભૂમિકા રહી હોવાનું જયારથી ભાજપની સરકારમાં શિવસેનાએ જોડાવવાનો ઇન્કાર કર્યો હતો. ત્યારથી ‘અબતક’ સમયાંતરે અહેવાલો પ્રસિઘ્ધ કરવામાં આવ્યા છે.

11 11 2019

આ અહેવાલો આજે અન્ય પુરવાર થયા છે મળેલી આધારભૂત વિગતો મુજબ આગામી સમયમાં એનસીપી કેન્દ્રની મોદી સરકારમાં જોડાઇને એનડીએમાં શિવસેનાનું સ્થાન લેશે. અમુક રાજકીય પંડીતોએ શરદ પવાર અને અજીત પવારે પોતાના પર આર્થિક મુદ્દાનો  થયેલા કેસોમાં ધરપકડથી બચવા ભાજપ સાથે સમાધાન કર્યા હોવાની સંભાવના વ્યકત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.