આજના સમયમાં સમગ્ર દેશમાં મોટા કારખાનાઓ,વધતાં જતાં શહેરો, વાહનો જેવા કેટલાક કારણોને લીધે પ્રદૂષણ ફેલાય રહ્યું છે. દેશમાં દિવસેને દિવસે વધતાં પ્રદૂષણને લીધે આપણે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેની સીધી અસર મનુષ્ય પર પડે છે. પ્રદૂષણ પર્યાવરણ અને જીવોને પણ નુકસાન પહોંચાડે છે. વર્તમાન સમયમાં પર્યાવરણના બગાડનું મોટું કારણ પ્રદૂષણ છે. જ્યારે કુદરત દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓના અવશેષો માનવસર્જિત વસ્તુઓના અવશેષો સાથે ભળી જાય છે. ત્યારે વાતાવરણમાં પ્રદૂષણ ફેલાય છે.
પૃથ્વીનું વાતાવરણ સ્તરીય છે. પૃથ્વીની નજીક લગભગ 50 કિમીની ઉંચાઈ પર ઊર્ધ્વમંડળ આવેલું છે જેમાં ઓઝોન સ્તર છે.આ સ્તર સૂર્યપ્રકાશના અલ્ટ્રાવાયોલેટ કિરણોને શોષી લે છે અને તેને પૃથ્વી સુધી પહોંચતા અટકાવે છે. આ વધતાં જતાં પ્રદૂષણને લીધે ઓઝોન સ્તર ઝડપથી પાતળું પડતું જાય છે. વાતાવરણમાં હાજર ક્લોરોફ્લોરોકાર્બન (CFC)વાયુને કારણે ઓઝોન સ્તર પાતળું થઈ રહ્યું છે.
ઓઝોન સ્તરમાં ઘટાડો થવાને કારણે ધ્રુવીય પ્રદેશો પર જમા થયેલો બરફ પીગળવા લાગ્યો છે. જેના લીધે માનવીએ અનેક પ્રકારની સમસ્યાઓ જેમ કે ચામડીના રોગોનો સામનો કરવો પડે છે. રેફ્રિજરેટર્સ અને એર કંડિશનરમાં વપરાતા ફ્રીઓન અને ક્લોરોફ્લોરોકાર્બન (CFC)ગેસને કારણે આ સમસ્યા ઊભી થઈ રહી છે. આજે આપણું વાતાવરણ પ્રદૂષિત થઈ ગયું છે. વાહનો અને કારખાનાઓમાંથી નીકળતા વાયુઓને કારણે હવા પ્રદૂષિત થાય છે. એ વાત સાચી છે કે માનવીય પ્રવૃત્તિઓ દ્વારા ઉત્પન્ન થતો કચરો નદીઓમાં ઠાલવવામાં આવે છે. જેના કારણે જળ પ્રદૂષણ થાય છે. કેટલાક લોકો તો પોતાના ઘરમાં ભેગો થયેલો કચરાને રસ્તાઓ કે ગમે ત્યાં ઠાલવી દેતાં હોય છે જેના જમીન પ્રદૂષિત થાય છે. જેની સીધી અસર આપણી રોજબરોજની જીવનશૈલી પર પડે છે.
પ્રદૂષણના પ્રકારો:
વાયુ પ્રદૂષણ:
વાયુ પ્રદૂષણ એ કોઈપણ રાસાયણિક,ભૌતિક અથવા જૈવિક એજન્ટ દ્વારા આંતરિક અથવા બહારના વાતાવરણનું દૂષણ છે જે વાતાવરણમાં ફેલાય છે.
જેમ કે કુદરતી ઘટનાઓ જંગલ સળગવું અને જ્વાળામુખી ફાટવું અથવા માનવ પ્રવૃત્તિઓ જેમ કે કચરો સળગાવવાથી પણ પ્રદૂષણ થઈ શકે છે. વાયુ પ્રદૂષણ ગંભીર રીતે લોકોને નુકસાન પહોંચાડે છે. તેમજ વાયુ પ્રદૂષણના લીધે સ્વાસ્થ્યને લગતી સામસ્યાઓ ઊભી થાય છે . વાયુ પ્રદૂષણમાં રજકણ,કાર્બન મોનોક્સાઇડ,ઓઝોન,નાઇટ્રોજન,ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડનો સમાવેશ થાય છે. વાયુ પ્રદૂષણ શ્વસન અને અન્ય રોગોનું કારણ બને છે અને તે બિમારી અને મૃત્યુદરમાં વધારો કરે છે. હવાની ગુણવત્તા વૈશ્વિક સ્તરે પૃથ્વીની આબોહવા અને ઇકોસિસ્ટમ સાથે ગાઢ રીતે જોડાયેલી છે. ઘરની અંદરની હવા બહારની હવા કરતાં 10 ગણી ખરાબ હોઈ શકે છે કારણ કે પ્રદૂષકો બંધ જગ્યાઓમાં ફસાયેલા હોય છે અને બહાર નીકળી શકતા નથી.
બહારની જગ્યાઓમાં વાયુ પ્રદૂષણ ત્યારે થાય છે જ્યારે જોખમી વાયુ પ્રદૂષકો હવામાં છોડવામાં આવે છે.
વાયુ પ્રદૂષણના કારણો:
- આગ લાગવી
- કોલસો અને ઓઇલ રિફાઇનરીઓ સળગાવવાથી નીકળતો ધુમાડો
- જ્વાળામુખી વિસ્ફોટ
- કચરો સળગાવવો
વાયુ પ્રદૂષણની અસરો:
વાયુ પ્રદૂષણની પર્યાવરણ અને આપણા જીવન પર ઘણી અસરો થાય છે. હવામાં ઉત્પન્ન થતાં વાયુઓને કારણે માનવ,પશુ-પક્ષીઓને ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેના લીધે અસ્થમા,શરદી-ખાંસી,આંખે અંધારા આવવા, શરીરની નબળાઈ,ચામડીના રોગો જેવા રોગો થાય છે. વાયુ પ્રદૂષણ શિયાળામાં થતાં ધુમ્મસનું કારણ બને છે. વાયુ પ્રદૂષણને કારણે પૃથ્વીનું તાપમાન વધે છે કારણ કે સૂર્યમાંથી આવતી ગરમીને કારણે પર્યાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ, મિથેન અને નાઈટ્રસ ઓક્સાઈડની અસર ઓછી થતી નથી જે નુકસાનકારક છે.
જળ પ્રદૂષણ:
આજના સમયમાં માનવીએ ઉદ્યોગો અને કારખાનાઓ માટે પાણીનો ઉપયોગ કર્યો અને કારખાનાઓમાથી નીકળતાં દૂષિત વાયુને કારણે પાણી દૂષિત થયું. આ દૂષિત પાણીને તળાવ, સરોવર, નદી કે દરિયામાં છોડવામાં આવે તો તે જળાશયોમાં વસતા સજીવો માટે નુકશાનકારક બને છે . જેના લીધે ઘણી વાર જીવલેણ પણ બને છે. જૈવરાસાયણિક પદાર્થો પાણીમાં ભળવાથી પાણીદૂષિત બને છે. તેમજ ઘરવપરાશમાં વપરાયેલ પાણી ઉપરાંત જૈવરાસાયણિક એકમોમાં ખાસ કરીને તો ચર્મોદ્યોગ,ખાંડ-ઉદ્યોગ,આલ્કોહૉલ-ઉદ્યોગ અને ફાર્માસ્યૂટિકલ ઉદ્યોગ જેવા ઔદ્યોગિક ઉદ્યોગોમાં વપરાયેલ પાણી ગંદું હોય છે. તેનું શુદ્ધીકરણ કર્યા વગર જો એ પાણીને તળાવ,સરોવર,નદી કે દરિયામાં છોડવામાં આવે તો તે જળાશયોમાં વસતા સજીવો માટે તે ખતરનાક બને છે.
જળ પ્રદૂષણના કારણો:
- નદીઓ,નહેરો વગેરેમાં માનવ મળમૂત્રનો સમાવેશના લીધે.
- ગટર સફાઈના યોગ્ય વ્યવસ્થાપનનો અભાવ.
- પાણીમાં કૃષિ કાર્યમાં વપરાતા ઝેરી રસાયણો અને ખાતરોનું વિસર્જન.
- કચરો,માનવ મૃતદેહો અને ઘરગથ્થુ ચીજવસ્તુઓનું નદીમાં ઠાલવવી
- ગંદા નાળા અને ગટરના પાણીને નદીઓમાં છોડવું
જળ પ્રદૂષણની અસરો:
જળ પ્રદૂષણના ફેલાવાને લીધે મનુષ્ય,પશુ-પક્ષીઓના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. જેના કારણે ટાઈફોઈડ, કમળો, કોલેરા, હોજરી વગેરે જેવા રોગો થાય છે. જેના લીધે પીવાના પાણીની અછત વધે છે. કારણ કે નદીઓ, નહેરો અને ભૂગર્ભ જળ પણ પ્રદૂષિત થાય છે. સૂક્ષ્મ જીવો પાણીમાં ઓગળેલા ઓક્સિજનના મોટા ભાગને પોતાના ઉપયોગ માટે શોષી લે છે. જ્યારે પાણીમાં ખૂબ જ કાર્બનિક પદાર્થો હોય છે. ત્યારે પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે. જેના કારણે પાણીમાં રહેતા જીવો મૃત્યુ પામે છે. ઘરો અને ઉદ્યોગોમાંથી ભેગો થતો કચરો દરિયામાં ઠાલવવામાં આવી રહ્યો છે. જેના લીધે જળ પ્રદૂષણ થાય છે.
જમીન પ્રદુષણ:
જમીન પ્રદૂષણના કારણે જમીન પ્રદુષિત થાય છે સાથોસાથ તો જમીનમાં અનાજ વાવવામાં આવે છે. જેને આપડે ખોરાકમાં લઈએ છીએ. જે આપડા માટે નુકશાનકારક બને છે.
જમીન પ્રદૂષણના કારણો:
- ખેતીમાં ખાતર, રસાયણો અને જંતુનાશકોનો વધુ પડતો ઉપયોગ.
- ઔદ્યોગિક એકમો,ખાણો અને ખાણો દ્વારા ઉત્પન્ન થતા કચરાનો નિકાલ.
- ઈમારતો, રસ્તાઓ વગેરેના બાંધકામમાં ઘન કચરાનો નિકાલ.
- કાગળ અને ખાંડની મિલોમાંથી નીકળતા પાણીનો નિકાલ
- પ્લાસ્ટિકની થેલીઓનો વધુ પડતો ઉપયોગ
જમીન પ્રદૂષણની અસરો:
- જમીનની ફળદ્રુપતા ગુમાવવી.
- જમીન ધોવાણના વધારો થાય
- ખેતી ઉપજમાં ઘટાડો.
ધ્વનિ પ્રદૂષણ:
અનિયંત્રિત, અત્યંત મોટા અને અસહ્ય અવાજને ધ્વનિ પ્રદૂષણ કહેવામાં આવે છે. ધ્વનિ પ્રદૂષણની તીવ્રતા ‘ડેસિબલ યુનિટ’માં માપવામાં આવે છે.
ધ્વનિ પ્રદૂષણનું કારણ:
શહેરો અને ગામડાઓમાં કોઈપણ તહેવાર કે ઉજવણી,ચૂંટણી પ્રચાર અને રાજકીય પક્ષોની રેલીઓમાં લાઉડસ્પીકરનો ઉપયોગ કરવામાં આવે છે. જેના લીધે ધ્વનિ પ્રદૂષણ ફેલાઈ છે.
- વાહનોના કારણે
- ઔદ્યોગિક વિસ્તારોમાં ઉચ્ચ અવાજની શક્તિ ધરાવતા સાયરન,હોર્ન અને મશીનોને કારણે થતો અવાજ.
- જનરેટર અને ડીઝલ પંપ વગેરેથી અવાજનું પ્રદૂષણ.
ધ્વનિ પ્રદૂષણની અસર:
ધ્વનિ પ્રદૂષણની અસરને કારણે સાંભળવાની શક્તિમાં ઘટાડો થાય છે . તેમજ માથાનો દુખાવો,ચીડિયાપણું, હાઈ બ્લડ પ્રેશર અથવા ન્યુરોલોજીકલ અને માનસિક ખામીઓ થવા લાગે છે. ધ્વનિ પ્રદૂષણના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી સ્વાસ્થયને લગતી સમસ્યાઓ વધે છે. ધ્વનિ પ્રદૂષણથી હૃદયના ધબકારા વધે છે જે બ્લડ પ્રેશર, માથાનો દુખાવો અને અનિદ્રા જેવા અનેક રોગોનું કારણ બને છે. તેમજ નાના બાળકના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે અને અનેક પ્રકારની શારીરિક વિકૃતિઓનું કારણ બને છે.
પ્રકાશ પ્રદૂષણ:
વીજળીની વધતી જતી જરૂરિયાત અને કામ માટે પ્રકાશની વધતી જતી જરૂરિયાત આ પ્રકાશ પ્રદૂષણનું કારણ બને છે.
પ્રકાશ પ્રદૂષણનું કારણ:
- વાહનોની વધતી સંખ્યાને કારણે હાઈ વોલ્ટેજ બલ્બનો ઉપયોગ
- કોઈપણ પ્રસંગમાં કરેલાં ડેકોરેશનના લીધે
- રૂમમાં વધુ બલ્બ લગાવવા
પ્રકાશ પ્રદૂષણની અસર:
આંખોની સામે અંધકારની ઘટના જે વાહન ચલાવતી વખતે અકસ્માતનું કારણ બની શકે છે. પ્રકાશ પ્રદૂષણના લીધે મગજમાં દુખાવો થવો જેવી સમ્સ્યાઓ થાય છે.