ભષ્ટાચારના પોપડા નીચે બે આશાસ્પદ યુવાન ચગડાતા બંનેના પરિવારમાં ક‚ણાંતિકા સાથે અરેરાટી: ચોમાસાના પ્રથમ સામાન્ય વરસાદે નબળા કામની પોલખોલી: દુર્ઘટના સર્જાતા પોલીસ અને ફાયર બિગ્રેડની ટીમે કર્યુ રેસ્કયુ

આજી ડેમ ચોકડી ખાતે બાર વર્ષ પૂર્વે બનેલા ઓવરબ્રીજની સપોટેડ દિવાલ એકાએક ધરાશાયી થતા સર્જાયેલી દુર્ધટનામાં બે આશાસ્પદ યુવાન ચગદાતા બંનેના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. ભ્રષ્ટાચારની પોલ ખોલતી દુર્ઘટનાના પગલે પોલીસ, ફાયર બ્રિગેડ અને નેશનલ હાઇ-વે ઓથોરિટીના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને બંનેના મૃતદેહ બહાર કાઢી અવર-જબર બંધ કરી દીધી રેસ્કયુ ઓપરેશન શરૂ કર્યુ છે.

આ અંગેની સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ આજી ડેમ ચોકડીથી કિશાન ગૌ શાળા તરફ જતા સર્વિસ રોડ પરની સપોટેડ દિવાલ અચાનક ધરાશાયી થતા ત્યાંથી પસાર થતા બે બાઇક ચાલક યુવાન ભેખડ નીચે દબાતા બંનેના ઘટના સ્થળે જ કમકમટી ભર્યા મોત નીપજ્યા હતા. નેશનલ હાઇ-વેની દિવાલ ધરાશાયી થયાની સમગ્ર ઘટના આજી ડેમ ચોકડી ખાતે આવેલી પૂર્વ વિભાગના એસીપીની કચેરીના સીસીટીવી ફુટેજમાં કેદ થઇ ગઇ હતી.

121

દિવાલ નીચે વધુ વાહન ચાલકો દબાયા હોવાની શંકા સાથે એસીપી એચ.એલ.રાઠોડ સહિતના સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી ફાયર બ્રિગેડ, આજી ડેમ, થોરાળા અને ટ્રાફિક પોલીસને જાણ કરતા ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ચીફ ઓફિસર ભીખાભાઇ ઠેબા સહિતના અધિકારીઓ સાથે ઘટના સ્થળે પહોચી રેસ્કયુ ઓપરેશનની કામગીરી હાથધરી હતી.

ટ્રાફિક પી.આઇ. એસ.એન.ગડુએ બ્રીજ ઉપરનો વાહન વ્યવહાર બંધ કરાવ્યો હતો જ્યારે થોરાળા પી.આઇ. જી.એમ.હડીયા અને આજી ડેમ પોલીસ મથકના પી.આઇ. ચાવડાએ દુર્ઘટના સ્થળે કોર્ડન કરી બચાવ કામગીરી શરૂ ‚કરાવી હતી. ફાયર બ્રિગેડના સ્ટાફે જેસીબીની મદદથી બંને મૃતદેહ અને તેના બંને બાઇક બહાર કાઢયા બાદ તપાસ કરતા તેના ખિસ્સામાંથી મળી આવેલા આધાર કાર્ડ પરથી બંનેની ઓળખ મળી હતી. કોઠારિયા રોડ પર રાધેશ્યામ સોસાયટીમાં રહેતા ભૂપતભાઇ નાથાભાઇ મિયાત્રા નામના ૨૫ વર્ષના યુવાન અને માંડા ડુંગર પાસે માનસરોવર પાર્કમાં રહેતા વિજય કરણભાઇ વિરડા નામના યુવાનને મોત નીપજ્યાનું બહાર આવ્યું છે.

બંને બાઇક સાથે પસાર થતા હતા ત્યારે અચાનક માથા ભેખડ ઘસી પડતા બંને બાઇક સાથે ચગદાઇ ગયા હતા. આ સમયે જ આઇસર ટ્રક પસાર થતો હતો તેના ઠાઠામાં ભેખડ પડે તે પહેલા તે ત્યાંથી પસાર થઇ ગયું હતુ. એકાએક ભેખડ ઘસી પડતા થોડીવાર માટે આજી ડેમ ચોકડી ખાતે ટ્રાફિક જામ થઇ ગયો હતો.

IMG 20200608 WA0036

દુર્ધટના અંગે મામલતદારે નેશનલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સ્ટાફને જાણ કરતા બે અધિકારીઓ આજી ડેમ ખાતે દોડી આવ્યા હતા તેઓએ સ્ટ્રકચર ફેલીયોરના કારણે દિવાલ ધરાશાયી થયાનું જણાવ્યું હતું આમ છતાં આ અંગે તપાસ કરાવવામાં આવશે તેમ જણાવ્યું હતું.

આ દુર્ઘટના અંગે આધારભૂત સુત્રોએ જણાવ્યું હતું કે, મહાપાલિકા દ્વારા તાજેતરમાં જ આજી ડેમ ચોકડી ખાતેના ઓવર બ્રિજ ર્જજરીત હાલત અંગે નેશનલ હાઇવે ઓથોરિટીનું ધ્યાન દોર્યુ હતુ તેમ છતાં અધિકારીની લાપરવાહી દાખવી હોવાથી બે આશાસ્પદ યુવાને જીવ ગુમાવ્યાની દુર્ઘટના સજાર્ય છે.

આજી ડેમ ચોકડી પાસે ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે નેશનલ હાઇ-વે ઓથોરિટી દ્વારા બાર વર્ષ પૂર્વે જ કરોડોના ખર્ચે ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો હતો. અને લાંબા સમયથી ર્જજરીત હાલતમાં હોવા છતાં ગુનાહીત બેદરકારી દાખવી આચરેલા ભ્રષ્ટાચારને છાવરવા કરેલા પ્રયાસનું પાપ છાપરે ચડી પોકાયું હોય તેમ બે નિર્દોષ યુવાનના ભોગ લીધો છે.

કોર્પોરેશનના કોન્ટ્રાકટબેઇઝ કર્મચારીએ જીવ ગુમાવ્યો

IMG 20200608 WA0005

કોઠારિયા રોડ પર આવેલી રાધેશ્યામ સોસાયટીમાં રહેતા અને કોર્પોરેશનમાં કોન્ટ્રાકટબેજ પર નોકરી કરતા ભૂપત નાથાભાઇ મિયાત્રા નામના ૨૫ વર્ષના યુવાન ઘરેથી નોકરી પર જઇ રહ્ય હતા ત્યારે આજી ડેમ ચોકડી પાસે નેશનલ હાઇ-વે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલી દિવાલ કાળ બની માથે ત્રાટકી હતી. તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજયું હતું. મૃતકના પિતા નાથાભાઇ મિયાત્રા કોર્પોરેશનમાં વિજીલન્સ અધિકારીના ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. ભૂપત મિયાત્રાના એક વર્ષ પૂર્વે લગ્ન થયા હતા. તેમના અંતરિયાળ મોતથી પરિવારજનો શોકમગ્ન બની ગયા છે.

કારખાનેદાર કાળનો કોળીયો બનતા પરિવારમાં શોક

IMG 20200608 WA0012

આજી ડેમ ચોકડી પાસેની નેશનલ હાઇવે ઓથોરિટીના ઓવર બ્રિજની ધરાશાયી થયેલી દિવાલ નીચે ચગદાઇ જવાના કારણે કાળનો કોળીયો બનેલા આજી જીઆઇડીસીના કારખાનેદાર વિજયભાઇ કરણભાઇ વિરડા નામના ૨૫ વર્ષના યુવાન પોતાના કારખાનેથી માનસરોવર પાર્કમાં પોતાના ઘરે પહોચે તે પહેલાં પરલોક પહોચતા પરિવારમાં અરેરાટી સાથે ક‚ણાંતિકા સર્જાય છે. મૃતક ત્રણ ભાઇમાં સૌથી મોટા અને અપરિણીત હતા. વિજયભાઇ વિરડાના મોતથી પરિવારે આધાર સ્થંભ ગુમાવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.