ત્રણ શખ્સો માર માર્યાનો નોંધાતો ગુનો
માળીયા મી.માં ગુલ્ફી ઓગળી જવા જેવી નજીબી બાબતની રાવ લઈને જતા બે યુવકો પર ત્રણ ઈસમોએ હુમલો કર્યો હતો. જે સમગ્ર મામલે માળીયા મી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, માળીયા મી. તાલુકાના જુના ઘાંટીલા ગામ શક્તિ પ્લોટ ખાતે રહેતા અનીલભાઈ જાદવજીભાઈ અગેચણીયા નામના યુવકના કુટુંબીક ભાઈનો છોકરો અરવિંદભાઈના દીકરાની દુકાને ગુલ્ફી લેવા જતા જેઓએ ઓગળી ગયેલ ગુલ્ફી આપતા ફરીયાદીના કુટુંબીક દાદા ચંદુભાઈ ગાંડુભાઈ જે બાબતે કહેવા જતા આરોપી અરવિંદભાઈ નારાયણભાઈ તથા ઓધવજીભાઈ નારાયણભાઈ તથા મુનાભાઈ નારાયણભાઈએ સ્થળ પર આવી ફરીયાદી તથા સાહેદ સાથે ગાળો બોલી બોલાચાલી ઝગડો કરવા લાગતા ફરીયાદી તથા સાહેદોએ ગાળો બોલવાની ના પાડતા આરોપીઓ ઉશ્કેરાઈ જઈ ફરિયાદીને કેડના ભાગે તથા ડાબા હાથના કાંડાના ભાગે લોખંડની પાઈપ મારી તથા સાહેદ છનાભાઈ છોડાવવા વચ્ચે પડતા આરોપીઓએ સાહેદને લોખંડના પાઈપ વડે જમણા પગના ભાગે ઢીંચણથી નીચે મુંઢ ઈજા પહોંચાડેલ તેમજ બંનેને ઢીંકા પાટુનો માર મારતા સમગ્ર મામલે માળીયા મી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.