અબતક,અશોક થાનકી, પોરબંદર
પોરબંદરના કમલા બાગ વિસ્તારમાં આવેલી વિર ભનુની ખાંભી પાસે નગરપાલિકાની ચૂંટણીના મનદુ:ખના કારણે સુધરાઇ સભ્ય સહિત 11 શખ્સોએ રિવોલ્વર અને પિસ્તોલમાંથી ફાયરિંગ કરી તલવાર અને ધોકાથી હુમલો કરી બે યુવાનની સરા જાહેર હત્યા કર્યાની ઘટનાથી નાસભાગ મચી ગઇ છે. એક સાથે બે યુવાનની હત્યા અને એક યુવાન ઘવાયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ફરી અનિચ્છનીય બનાવ ન બને તે માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
રિવોલ્વર અને પિસ્તોલમાંથી ફાયરિંગ કરી 11 શખ્સોએ તલવાર અને ધોકાથી હુમલો કર્યો: એક ઘવાયો
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પોરબંદરના ઇન્દિરાનગરમાં વાછરા દાદાના મંદિર પાસે રહેતા રાજ પરબતભાઇ કેશવાલા અને તેના મિત્ર કલ્પેશ કાનજી ભુતિયા નામના યુવાનની હત્યા કર્યાની અને વનરાજ પરબતભાઇ કેશવાલા પર ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા અને સુધરાઇ સભ્ય ભીમા ઓડેદરા, તેનો પુત્ર નિલેશ ભીમા ઓડેદરા, હાજા લખમણ ઓડેદરા, અરભમ લખમણ ઓડેદરા, ભના નેભા ઓડેદરા, રામ સુખદેવ વાળા, સંજય પોલા રબારી, પોલા રબારી, રામા રૈયા રબારી, હિતેશ રામા અને મેરામણના પુત્ર સામે વનરાજ પરબતભાઇ કેશવાલાએ કમલા બાગ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
સુધરાઇ સભ્ય સહિતના શખ્સોએ સરા જાહેર હુમલો કરતા નાસભાગ:
પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો: ત્રણની ધરપકડ
પોરબંદર નગરપાલિકાની ચૂંટણી સમયે નિલેશ ભીમા ઓડેદરાને રાજ પરબત કેશવાલા સાથે ઝઘડો થયો હોવાથી બંને ચાલતી અદાવતના કારણે ગઇકાલે સાંજે સુધરાઇ સભ્ય ભીમા ઓડેદરા સહિતના શખ્સોએ રિવોલ્વર અને પિસ્તોલથી ફાયરિંગ કરી તલવાર અને ધોકાથી ખૂની હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. કમલા બાગ પોલીસે સુધરાઇ સભ્ય ભીમા ઓડેદરા સહિત 11 શખ્સો સામે ડબલ મર્ડર અને હત્યાની કોશિષનો ગુનો નોંધી એલસીબી પીઆઇ એન.એન.રબારી સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.
પોરબંદરમાં ફરી ગેંગવોરથી તંગદીલી
પોરબંદર માં ફરી એક વાર ગેંગવોરે જોર પકડ્યું હોય તેવું લાગી રહ્યું છે જેમાં વધુ એક ફાયરીંગ કરી હત્યા નિપજવાની ઘટના સામે આવી છે જેમાં પોરબંદર માં મકરસંક્રાંતિ ના દિવસે મોડી સાંજે વીરભનું ની ખંભી પાસે બે કાર વચ્ચે અકસ્માત નો બનાવવામાં આવ્યો હતો જેમાં બંને જૂથ વચ્ચે ઝઘડો થતા જોતજોતામાં ફાયરીંગ કરતા પાંચ શખ્સો ને ગંભીર ઇજા પહોંચી હતી જેમાં બે યુવાનો ના સારવાર દરમિયાન મોત થયા હતા જ્યારે ત્રણ લોકો ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે બનાવ ની જાણ થતાં એસ પી સાહિત નો પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને ઘટના અંગે ની ઉંડાણ પૂર્વક ની તપાસ હાથ ધરી છે કે આજૂથ અથડામણ છે કે કોઈ જૂની ગેંગ વોર ના કારણે ફાયરીંગ કરી હત્યા કરવામાં આવી છે બનાવ માં કલ્પેશ કાનજી ભાઈ ભૂતિયા રે રાજકોટ અને રાજ પરબત ભાઈ કાલાવાર રે પોરબંદર ઈન્દીરા નગર નું મોત નિપજ્યું છે જ્યારે પ્રકાશ માધવજી ભાઈ જુગી અને વનરાજ કેશવાલા ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે બનવા સંદર્ભે પોલીસે ત્રણ આરોપી ની અટકાયત કરી છે અને વધુ શખ્સો ને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે બનાવ બનતા સમગ્ર પોરબંદર માં ચકચાર મચી જવા પામી છે