એમ.પી.થી પેટીયુ રળવા આવેલા પરપ્રાંતિય પરિવાર પર આભ ફાટયું
ગોંડલ થી લુણીવાવ વચ્ચે અનડગઢ પાસે સ્કોર્પીઓ અને ત્રીપલ સવારી માં આવી રહેલું બાઇક ધડાકાભેર સામ સામે અથડાતાં બાઇક ચાલક સહીત તેની પાછળ બેઠેલાં યુવાન નું ગંભીર ઇજા ને કારણે ઘટનાં સ્થળે મોત નીપજ્યું હતું જયારે ત્રીપલ સવારી માં બેઠેલાં અન્ય વ્યક્તિ ને ગંભીર ઇજા પંહોચતા વધું સારવાર માટે રાજકોટ ખસેડાયાં હતાં.
પ્રાપ્ત વિગતો મુજબ બપોર નાં ત્રણ નાં સુમારે ગોંડલ લુણીવાવ વચ્ચે અનડગઢ ની ગોળાઇ માં લુણીવાવ થી આવી રહેલ જીજેડી 3 એલજી 1787 નંબરની સ્કોર્પીઓ તથાં ગોંડલ તરફથી ત્રીપલ સવારી માં આવી રહેલ બાઇક સામ સામે અથડાતાં બાઇક માં રહેલાં આદિવાસી કમલેશ કલાભાઇ ભુરીયા ઉ 32 તથાં મંગા ચૈન્યાભાઇ ગણાવા ઉ.30 નું માથાના ભાગે ગંભીર ઇજા ને કારણે ઘટનાં સ્થળે મોત નિપજ્યાં હતાં જ્યારે બાઇક પર ત્રીપલ સવારી માં બેઠેલાં અન્ય વ્યક્તિ ને ગંભીર ઇજા પંહોચતા ગોંડલ સિવિલ હોસ્પિટલમાં પ્રાથમીક સારવાર આપી રાજકોટ ખસેડાયાં હતાં.
અકસ્માત માં મોત ને ભેટનાર કમલેશ ભુરીયા ને સંતાન માં બે દિકરા બે દિકરીઓ છે.મુળ મધ્ય પ્રદેશ નાં ડોલરીયા નાં અને છેલ્લા ત્રણ વષઁ થી લુણીવાવ છગનભાઈ સાંગાણી ની વાડીએ પરીવાર સાથે રહી ખેત મજુરી કરતાં હતાં.જ્યારે અન્ય મૃતક મંગા ગણાવા ને સંતાન માં એક દિકરી તથાં બે દિકરી છે.
મુળ મધ્ય પ્રદેશ નાં સેજવા નાં મંગાભાઇ પણ લુણીવાવ દિનેશભાઇ વિરડીયા ની વાડીએ પરીવાર સાથે રહી ખેત મજુરી કરતાં હતાં.જ્યારે ઇજા પામનારાં વ્યક્તિ બેભાન હોઈ ઓળખ મળી નથી.સ્કોર્પીઓ ચાલક લુણીવાવ નાં અજયસિંહ શક્તિસિંહ જાડેજા હોવાનું તાલુકા પોલીસે જણાવ્યું હતું. બનાવ અંગે પીએસઆઇ. ડીપી ઝાલા એ તપાસ હાથ ધરી છે