રાજુલાના ભેરાઇ ગામે બપોરના સમયે લગભગ 12 વાગ્યા આસપાસ હનુમાનજીના મંદિરે દર્શન કરીને ત્યાં  બેસેલા ભગુભાઈ લાલાભાઇ રામ ઉંમર વર્ષ આશરે 35 પર દીપડાએ હુમલો કરતા પોતાના સ્વ બચાવમાં હાકલા પડકારા કરતા દિપડો ભાગીને બાજુમાં બેસેલ રોનક સંજય કુમાર વ્યાસ ઉંમર વર્ષ 25 ઉપર હુમલો કરેલ આ દરમિયાન ત્યાં ઉભેલા અન્ય ઈસમો દ્વારા લાકડીઓ લઈને દોડતા દીપડો ત્યાંથી ભાગી છૂટેલ. જોકે આ હુમલા દરમિયાન બંને યુવાનોને ગંભીર ઇજાઓ દિપડાએ પહોંચાડતા બંને યુવાનોને સૌપ્રથમ રાજુલા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપેલ અને બાદમાં ડોક્ટર મુછડીયા ની હોસ્પિટલમાં ઘા ઉપર સારવાર માટે ખસેડવામાં આવેલ છે. આ અંગેની વન વિભાગને જાણ થતા વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં બે પાંજરાઓ ગોઠવી દેવામાં આવેલ છે.

કે જેવી રીતે પિક્ચર માં બનાવ બની ગયા પછી પોલીસ હાજર થાય છે તેમ આ સમગ્ર બનાવ બની ગયા બાદ વન વિભાગ દ્વારા પગલા ભરવામાં આવેલ છે ત્યારે આ અંગે ભેરાઈના સરપંચ વાલાભાઈ રામ દ્વારા એવું જણાવવામાં આવેલ છે કે અમારા વિસ્તારમાં સિંહ તેમજ દીપડાઓ વારંવાર હુમલા કરે છે તો આ અંગેની લોકોના જાનમાલની રક્ષા કરવા માટે વન વિભાગ દ્વારા યોગ્ય પગલા ભરવામાં આવે વાલાભાઈ રામ દ્વારા એવું પણ જણાવવામાં આવેલ છે કે અમારા વિસ્તારમાં સિંહ તેમજ દીપડા દ્વારા અવારનવાર માલ ઢોર ઉપર હુમલા કરીને માલ ઢોરને મારી નાખવામાં આવે છે ત્યારે હવે આ વિસ્તારમાં દીપડાઓ પણ લોકો ઉપર હુમલો કરતા કોઈના વહાલ સોયા નો જીવ જાય તે પહેલા વનતંત્ર યોગ્ય પગલા ભરે તેવી અમારી માંગ છે.

ભેરાઈની સર્વે નંબર 603 ની 1200એકર  જેટલી જમીન જંગલ ખાતાની ઉપલબ્ધ હોવા છતાં પણ તેમાં સેન્ચ્યુરીયન પાર્ક શા માટે કરવામાં આવતો નથી આ 1200 એકર જમીનમાં ચારે તરફ વાડ કરીને આ આરક્ષિત જમીનમાં જંગલી  પ્રાણીઓ વસવાટ કરે તેવો પ્રબંધ કરવા માં આવે જેથી લોકો પર હુમલાઓ ઘટી જાય તેવી આ વિસ્તારના લોકોની માંગ છે. આ રીતે ધોળા દિવસે લોકો પર હુમલો થતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

સાવરકુંડલાના અમૃતવેલ ગામમાં ખેત મજૂર ઉપર દીપડાએ હુમલો કર્યો ’તો

સાવરકુંડલાના અમૃતવેલ ગામમાં ખેતી કરતા મજૂર દીપડાને હુમલો કરતા 108 મારફતે ઇજાગ્રસ્ત મજૂરને સાવરકુંડલા હોસ્પિટલમાં ખસેડાયા હતા અને સિમ વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો ત્યારબાદ આજે એક સાથે ધોળા દિવસે બે વ્યક્તિ ઉપર હુમલાની ઘટનાને લઈ વનવિભાગમાં દોડધામ મચી ગઇ છે જ્યારે દીપડાનો વસવાટ પણ વધી રહ્યો છે

અમરેલી જિલ્લાના સાવરકુંડલા ધારી બગસરા ચલાલા ખાંભા રાજુલા જાફરાબાદ સહિત તાલુકામાં દીપડાના વસવાટના કારણે અહીં અવર જવર વધી રહી છે છે ખેડૂતો લોકોમાં દીપડાની દેહશતના કારણે ફફડાટ ફેલાયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.