ઈન્ડો-નેપાલ અને ઇન્ડિયા વચ્ચે રમાઈ હતી ફાઈનલ મેચ

સુરેન્દ્રનગર જીલ્લાના દસાડા તાલુકાના વડગામ અને પાનવાના બે યુવાનોએ નેપાળના ખોખરા ખાતે યોજાયેલી ઇન્ટરનેશનલ કબડ્ડીમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવી સમગ્ર રણકાંઠા સહિત ગુજરાત રાજ્ય અને ભારતનુ નામ વિશ્વમાં ગુજતું કર્યું છે. જેમાં તેઓની ટીમ ચાર ટીમોને હરાવી ફાઇનલમાં પહોંચી હતી. જેમાં ઈન્ડો નેપાલ અને ઇન્ડિયા વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી.

સુરેન્દ્રનગર દસાડા તાલુકાના વડગામમાં રહેતા સુમિત મનુભાઈ અને પાનવા ગામે રહેતા આનંદ ધીરુભાઈ છેલ્લા ઘણા સમયથી કબડ્ડી રમતમાં મહારથ મેળવી છે. જેમાં હરિયાણા,રાજસ્થાન, જયપુર ખાતે યોજાયેલી કબડ્ડી સ્પર્ધામાં ગુજરાતનું નામ રોશન કર્યા બાદ તારીખ 25થી 29 સપ્ટેમ્બર સુધી નેપાલના પોખરા ખાતે યોજાયેલી ઈન્ડો નેપાળ ઈન્ટરનેશનલ કબડ્ડી સ્પર્ધામાં ભારતની ટીમનુ પ્રતિનિધિત્વ કર્યું હતુ.

જેમાં યોજાયેલી કબડ્ડી ચેમ્પિયનશિપમાં અલગ અલગ દેશોની ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ભારતની ટીમ તરફથી રમનારા સુરેન્દ્રનગર જીલ્લાના દસાડા તાલુકાના પાનવા અને વડગામના યુવાન સહિતની ટીમ દ્વારા કોચ હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ દેશની ચાર ટીમોને માત આપી ફાઇનલમાં પહોંચ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.