નર્મદા કેનાલ અને ડેમમાં ડુબવાથી છેલ્લા પંદર દિવસમાં નવના મોત
સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા ડેમ તથા નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાની કેનાલમાં ડૂબી જતા વધુ એક બાળકનું મોત નિપજવા પામ્યું છે ઉલ્લેખનીય છે કે બે બાળકો નાવા ગયા હતા અને ધોળી ધજા ડેમ પાસે આવેલા ખાડામાં બે બાળકો નાહી રહ્યા હતા તે સમયે એક બાળક ખૂંચી જવા પામ્યો હતો તમને તેનું ઘટના સ્થળે જ મોત થવા પામ્યું હતું સુરેન્દ્રનગરનાં ધોળીધજા ડેમ નજીક વેલનાથ સોસાયટી પાસે આવેલ પાણીની ખાડમાં ડુબી જતા 14 વર્ષના બાળકનું મૃત્યુ થયુ હતુ. જયારે બીજા બાળકનો બચાવ થયો હતો.
આ અંગેની વિગત એવી છે કે, શહેરની વેલનાથ સોસાયટી પાસે આવેલ હામપરવાળા મેલડી માતાના મંદિર પાછળ પાણીની ખાડમાં બે બાળકો ન્હાવા પડયા હતા જેમાંથી ધુ્રવ સંજયભાઈ અઘારા નામનો એક બાળક હેમખેમ બહાર નીકળી ગયો હતો જયારે વિશેષ મહેશભાઈ ચાવડા નામનો 14 વર્ષનો બાળક પાણીમાં ગરકાવ થઈ ગયાની જાણ નગરપાલીકાના ફાયર વિભાગને થતા સુપ્રિટેન્ડેન્ટ છત્રપાલસિંહ ઝાલા, ફાયરની ટીમનાં રાહુલ ડોડીયા, ચિરાગ જોષી, વિજયસિંહ વિગેરેને લઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તરવૈયાઓએ શોધખોળના અંતે 14 વર્ષનાં વિશેષની લાશ બહાર કાઢી હતી. આ બનાવથી વેલનાથ સોસાયટી અને આજુબાજુનાં વિસ્તારમાં શોક સાથે અરેરાટીની લાગણી ફેલાવા પામેલ છે.
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધોળી ધજા ડેમ તથા નર્મદાની કેનાલ જીવલેણ સાબિત થઈ રહી છે ઉલ્લેખનીય છે કે અવાર-નવાર પાણીમાં ડુબવા ના બનાવો સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા જઈ રહ્યા છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા પંદર દિવસમાં નવ લોકો પાણીમાં ડૂબી અને મૃત્યુ પામ્યા હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા છે જેને લઇને સુરેન્દ્રનગર જિલ્લામાં ચકચાર વ્યાપી જવા પામ્યો છે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં નવા નીરની આવક થઇ છે તે જીવલેણ સાબિત થઈ રહી છે ખાસ કરી ધોળી ધજા ડેમ અને નર્મદાની કેનાલમાં ખાબકી અને મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
ત્યારે સુરેન્દ્રનગર શહેર વિસ્તારમાં વસવાટ કરતા બે બાળકો ધોળી ધજા ડેમમાં ન્હાવા ગયા હતા ત્યારે ત્યાં બાજુમાં આવેલી ખાંડમાં બંને બાળકો સ્નાન કરી રહ્યા હતા તે સમયે બંને બાળકો આ ખાડામાં ડૂબી જવા પામ્યા હતા અને ખુચી જવા પામ્યા હતા ત્યાંથી પસાર થતા લોકોને જાણકારી તાત્કાલિક પણ એક બાળકને બચાવી લેવામાં આવ્યો હતો અને એક બાળક ખાડામાં પહોંચી ગયો હોવાથી તાત્કાલિક અને ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી અને સુરેન્દ્રનગર ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ અને આ બાળકના મૃત્યુ દેહ બહાર કાઢવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા પંદર દિવસમાં કેનાલ અને ડેમમાં ડૂબી જવાના કારણે 9 લોકો મોતને ભેટ્યા છે.
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આપ મૃત્યુના બનાવની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થયો છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ધોળી ધજા ડેમમાં જે નર્મદાની કેનાલ પસાર રહી છે તેમાં ડૂબી જવાથી મૃત્યુ પામવાના બનાવની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થયો છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા પંદર દિવસમાં ધોળી ધજા ડેમ અને નર્મદાની કેનાલમાં ખાબકી અને 9 લોકોના મોત નિપજ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમ ના છત્રપાલસિંહ ઝાલા ની ટીમ દ્વારા આ નવ લોકોને કેનાલ અને ધોળી ધજા ડેમ માંથી બહાર કાઢવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે ઉલ્લેખનીય છે કે નવું પાણી સુરેન્દ્રનગર જિલ્લા માટે જીવલેણ સાબિત થયું છે.
રજાના દિવસો માટે અન્ય દિવસોમાં અજાણ્યા પાણીમાં નાહવા ન જવા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ના છત્રપાલ સિંહ ઝાલા દ્વારા જિલ્લા વાસીઓને અનુરોધ કરાયો.
સુરેન્દ્રનગર જિલ્લામાં અપમૃત્યુના બનાવ ની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર ધોળી ધજા ડેમ અને નર્મદાની કેનાલમાં ખાબકી અને લોકોના ટપોટપ મોતને ભેટી રહ્યા છે ખાસ કરીને મોટા ભાગે નાહવા પડેલા લોકો ધોળી ધજા ડેમમાં પડી જવાના કારણે મોતને ભેટી ગયા છે ઉલ્લેખનીય છે કે નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ના મુખ્ય અધિકારી સાથે વાતચીત કરવામાં આવતા તેમને જણાવ્યું છે કે રજાના દિવસો અથવા અન્ય દિવસોમાં અજાણ્યા પાણીમાં નાહવા ન જવું આવકાર્ય છે અને જિલ્લા વાસીઓને અનુરોધ પણ કરવામાં આવ્યો છે.