એકનો બચાવ અને એકની શોધખોળ
આજરોજ અનંત ચતુર્થી ના દિવસે ગણેશ વિસર્જન હોય દર વર્ષે મોટી સંખ્યામાં ગણેશ વિસર્જન રાજુલાના વિવિધ સ્થળો ઉપર કરવામાં આવે છે જેમાં ધારેશ્વર ડેમ તથા ચેકડેમ તેમજ ભેરાઇ જાફરાબાદની ખાડીઓમાં દર વર્ષે ગણેશ વિસર્જન કરવામાં આવે છે પરંતુ હાલમાં કોરોનાવાયરસ ને કારણે ઘણા બધા ગણેશ પંડાલો દ્વારા ગણેશ પંડાલો બંધ રાખવામાં આવેલ છે
જેના કારણે આ વર્ષે ખૂબ જ ઓછી સંખ્યામાં ગણેશજીની સ્થાપના કરવામાં આવેલ હોય આજના વિસર્જનના દિવસે ગણેશ વિસર્જન સમયે દુ:ખદ ઘટના બનવા પામી હતી જમા ગણેશ વિસર્જન સમયે શિવા નાધા વાઘ અને કુમાર વાઘ નામના બે યુવાનો ડૂબી ગયેલ હોવાનું જાણવા મળેલ છે જેમાંથી શિવા વાઘને શોધખોળ દરમિયાન પાણીમાંથી બહાર કાઢવામાં આવેલ છે જયારે કુમાર વાઘની શોધખોળ ચાલુ છે આ ગોઝારી ઘટનામાં ખાંભલીયા ગામ ના એને આહિર સમાજના યુવકો હોવાનું જાણવા મળેલ છે હાલમાં એક યુવકને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરેલ છે તથા બીજો જે યુવકયુવક ડુબી ગયેલ છે તેની શોધખોળ તરવૈયા ઓ દ્વારા કરવામાં આવેલ હોવા છતાં હજુ સુધી તેની ભાવ મળેલ નહિ હોવાનું જાણવા મળેલ છે બીજી જાણવા મળતી વિગત મુજબ અત્યારે અંધારું થઈ ગયેલ હોવાથી સવારે તરવૈયાઓની ટીમ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવશે આ બનાવને કારણે રાજુલા તાલુકામાં શોકનું મોજું ફરી વળેલ છે