ખાડામાં ન્હાવા પડેલા યુવકને બચાવવા પડેલા અન્ય યુવકનું પણ ડૂબી જતાં મોત

ઉપલેટા પાસે આવેલ વેણુ ડેમના પાછળના ભાગે ખાડામાં આજરોજ સવારે ખારચિયા ગામનો યુવાન ન્હાવા પડતા ડુબવા લાગ્યો હતો. ત્યારે ઘટના સ્થળ પર હાજર પાનેલી ગામનો અનય યુવક પણ તેને બચાવવા ખાડામાં ઝંપલાવ્યું હતું. પરંતુ બન્ને યુવકો ડુબી જતાં તેમના મોત નિજપતા ગામમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના સ્ટાફ સહીત મામલતદાર, ટીડીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ઉપલેટા પાસે આવેલા વેણુ ડેમના પાછળના ભાગે ખાડામાં ખારચિયા ગામનો નારણ મોહનભાઇ પરમાર નામનો ર૬ વર્ષનો યુવાન અને પાનેલી ગામમાં રહેતા સુરેશ દેવશીભાઇ વાઘેલા નામના ૩૯ વર્ષનો યુવાન ડૂબીજતાં મોત નિપજતા નાના ગામમાં ચકચાર મચી જવા પામી છે.

જાણવા મળતી વધુ વિગત મુજબ ખારચીયા ગામનો નારણ પરમાર આજ રોજ સવારે વેણુ ડેમના પાછળના ભાગે ખાડામાં ન્હાવા પડયો હતો. થોડી ક્ષણોમાં યુવાન ઉંડા પાણીમાં ગરકાવ થઇ જતા ડુબવા લાગ્યો હતો. દરમિયાન ઘટના સ્થળ પર હાજર અન્ય સુરેશભાઇ વાઘેલા નજરે જોતા પોતે નારણને બચાવવા પાણીમાં કુદી પડયા હતા. પરંતુ જોત જોતામાં બન્ને યુવક ઉંડા પાણીમાં ગરકાવ થઇ જતા બન્નેના મોત નિપજયા હતા.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના સ્ટાફે ઘટના  સ્થળ પર દોડી જઇ તરવૈયાઓએ નારણ પરમારનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢી ભાયાવદર પોર્સ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. જયારે સુરેશ વાઘેલા ના મૃતદેહની શોધખોળ કરવામાં આવી રહી છે.

જાણવા મળતી વધુ વિગત મુજબ મૃતક નારણ પરમાર અને સુરેશ વાઘેલા બન્ને મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા બન્ને યુવાનના આકસ્મિક મોતથી ગામમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાના પગલે ફાયર બ્રિગેડના સ્ટાફ સહીત મામલતદાર, ટીડીઓ પ્રિતેશ પટેલ, પોલીસ અને ગ્રામજનો એકઠા થઇ ગયા હતા. પોલીસે નારણ પરમારના મૃતદેહને પોર્સ્ટમોર્ટમ અર્થે ખસેડી અન્ય યુવક સુરેશ વાઘેલાની શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.