જુનાગઢમાં લઠ્ઠાકાંડની ઘટનામાં નવો ફણગો ફૂટયો
ફોરેન્સિક પોસ્ટ મોર્ટમમાં વિશેરા રિપોર્ટમાં ઝેરી દવા હોવાનો તબીબોએ અભિપ્રાય આપ્યો: જુનાગઢ એલસીબીએ રહસ્યના તાણાવાણા સર્જતી ઘટનાનો ભેદ ઉકેલી મહિલા સહિત ત્રણને રિમાન્ડ પર લીધા

જુનાગઢ ના હાર્દ સમા ગાંધી ચોક વિસ્તારમાં તાજેતરમાં બનેલ કથાકથિત બનાવનો જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલ્યો છે. અને પ્રેમ પ્રકરણના પરિણામે બે વ્યક્તિઓના મોત થયાનું સામે આવતા પત્ની, પ્રેમી અને અન્ય એક શખ્સ મળી કુલ ત્રણની પોલીસે  ધરપકડ કરી ત્રણયને  પૂછપરછા માટે રીમાન્ડ પર લીધા છે. આ ડબલ મર્ડર કેસમાં હજુ વધુ નામ ખુંલવાની પણ શક્યતાઓ રહેલી છે.

જૂનાગઢમાં ગત તા. 28/્ર્ર11 રોજ સાંજના સમયે રીક્ષા ચાલક રફીક હસનભાઈ ઘોઘારી તથા ભરત ઉર્ફે જોન છગનભાઈ પિઠીયા નામના બે શખ્સોનું ઝેરી પ્રવાહી પી જતા  જૂનાગઢની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બંનેના મોત થતા આ બાબત જુનાગઢમાં ચર્ચાને ચકડોળે ચડી હતી અને જૂનાગઢમાં લઠ્ઠાકાંડ સર્જાયો હોવાની વાત વાયુવેગે પ્રસરી હતી. તે સાથે રાજકીય આગેવાનો પણ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને મામલો ગરમાયો હતો. ત્યારે જુનાગઢના ડીવાયએસપી ધાધલીયા, જુનાગઢ બી ડિવિઝન પીઆઇ શાહ, એસ ઓ જી. પી આઈ ગોહિલ, પીએસઆઇ વાળા, એલસીબી પીઆઇ સિંધવ, પીએસઆઇ ગઢવી સહિતના અધિકારીઓ, સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને પરિસ્થિતિ ને પોલીસે કાબુમા લઇ બંનેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યો હતો તથા વિશેરા લેવડાવવામાં આવ્યા હતા. તે સાથે તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો હતો.

મરણ જનારા રફિકભાઈના પત્ની મેમુદાબેનને તેની જ સોસાયટીમાં રહેતા આરીફ રજાકભાઇ ચૌહાણ સાથે પ્રેમ સંબંધ હોવાના કારણે આ બનાવને અંજામ આપવામાં આસિફનો હાથ હોવાની શક્યતાઓ સામે આવી હતી. જે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતા આસિફ તથા મહેમુદાબેનને આશરે આઠેક માસથી પ્રેમ સંબંધ હોય અને બંને જણા લગ્ન કરવા માગતા હોય. પરંતુ મરણ જનાર રફીકભાઈ તેમની વચ્ચે આડખીલી હતા આથી રફીકભાઈનો કાંટો કાઢી નાખવા આશિકે મરણ જનારને ઝેરી પ્રવાહી પીવડાવી દીધેલ હોવાનું જાણવા મળતા આસિફ રજાકભાઈ ચૌહાણને પોલીસે શોધી કાઢી, પૂછપરછ કરતા આસિફે મરણ જનાર રફિકભાઈની પત્ની મહેમુદબા સાથે પ્રેમ સંબંધ હોય અને રફિકભાઈ જીવે ત્યાં સુધી લગ્ન થઈ શકે તેમ ન હોય તેથી રફિકભાઈને મારી નાખવા માટે હથિયાર વડે નહીં પરંતુ કુદરતી મૃત્યુ લાગે તે રીતે ઝેરી કેમિકલ પીવડાવી કાટો કાઢી નાખવાનો મનસુબો  કર્યો હતો અને પોતાના સોર્સીસ મારફત જીવલેણ એવું સાયનાઇડ ઝેર સોડાની બોટલમાં ભેળવી પોતાની પ્રેમિકા મહેમુદાબેન તથા મિત્ર ઈમરાન કાસમભાઇ ચૌધરી ની સાથે રહી રફીક ભાઈને પીવડાવવામાં આવ્યું હોવાનું કબૂલ્યું હતું.

આ ડબલ મર્ડર ઘટના અંગે જુનાગઢના જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટી એ પત્રકારોને વિગતો આપતા જણાવ્યું હતું કે, સાયાનાઈડ મેળવવું ખૂબ જ અઘરું છે. પરંતુ આ સાઈનાઇડ ક્યાંથી આવ્યું ? તે અંગેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે. આ સાથે મરણ જનાર રફીકભાઈને મોતને ઘાટ ઉતારવા માટે બે વખત પ્રયત્નો કરવામાં આવ્યા હતા, એમાં એક વખત તેની પત્નીએ પાણીમાં ઝેરી પદાર્થો મેળવી દીધો હતો, પરંતુ રફીકભાઈએ એ પાણી પીધું ન હતું ને હાથ ધોયા હતા. જેથી પ્રથમ વખત આ પ્રયાસ નાકામયાબ રહ્યો હતો. અને ત્રીજી વખત સોડા બોટલમાં સાઈનાઈટ ભેળવી રફીક ભાઈને મોતને ઘાટ ઉતારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને તે સોડા બોટલનું પ્રવાહી પિતા રફીકભાઈનું મોત નિપજ્યું હતું.હતું. જેમાં અનાયાસે ભરત ઉર્ફે જોન એ પણ આ પ્રવાહી પી જતા તેમનું મોત થયું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.