તાળપત્રી લગાવતી વેળાએ 11 કેવિનો વાયર યુવાનોના માથામાં અડી જતાં વીજ શોક લાગ્યો
આજે સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થીના ધાર્મિક પર્વની ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે. ગણેશજીને આવકારવા લોકો દ્વારા અનેક તૈયારી કરવામાં આવી હતી.પરંતુ નડિયાદમાં વિધ્નહર્તાની આગમનની તૈયારીમાં જ વિધ્ન નડ્યુ હતું. નડિયાદના પીજ રોડ ગીતાંજલી ચોકડી નજીક ગણેશ પંડાલમાં તાળપત્રી લગાવતી વેળાએ ત્રણ યુવકોને કરંટ લાગ્યો હતો, જેમાં બે યુવકના ઘટના સ્થળે પર જ કરુણ મોત થયા હતા. જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તે ને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
બનાવની મળતી માહિતી મુજબ ગઈકાલે સાંજના સમયે નડિયાદના પીજ રોડ ગીતાંજલી ચોકડી નજીક ગણેશ પંડાલમાં અનેક યુવાનો દ્વારા ગણપતિને આવકારવા ધામધૂમથી શણગાર કરવામાં આવી રહ્યો હતો ત્યારે પંડાલ ઉપર ત્રણ યુવાનો તાડપત્રી લગાવવા માટે ચડ્યા હતા ત્યારે ગણેશ પંડાલમાં તાડપત્રી લગાવતી વેળાએ 11 કેવીનો વાયર માથાના ભાગે અડી જતા તેમને વીજ શોક લાગ્યો હતો.જેમાં બે યુવાનોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા.
જ્યારે અન્ય એક યુવાનને ગંભીર રીતે ઈજા પહોંચતા તેને સારવાર અર્થે તત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને બંને યુવાનના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવ પગલે સમગ્ર નડિયાદ પંથમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું.હાલ પોલીસ અને ફાયરની ટીમ દ્વારા ઘટના સ્થળે દોડી જઇ તાક મેળવવામાં આવ્યો હતો.