જામનગરના એક આસામીને ચેક પરતના કેસમાં અદાલતે તકસીરવાન ઠરાવી બે વર્ષની કેદ અને ચેકથી બમણી રકમનો દંડ ફટકાર્યો છે.
જામનગરના ભરતસિંહ ઘેલુભા જાડેજા પાસેથી મયુર એન્ટરપ્રાઈઝવાળા વિપુલ ભરતભાઈ મારૃએ રૂ. ૮૦ હજાર હાથ ઉછીના મેળવી ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી એકાઉન્ટ ક્લોઝના શેરા સાથે પરત ફરતા ભરતસિંહે અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી.
ઉપરોક્ત કેસ ચાલવા પર આવતા ફરિયાદ પક્ષે જુબાની-પુરાવાઓ રજૂ કરી આરોપીને મહત્તમ સજા ફટકારવા દલીલ કર હતી. અદાલતે બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા પછી આરોપી વિપુલ ભરતભાઈ મારૃને બે વર્ષની કેદની સજા તથા ચેકથી બમણ રકમનો દંડ ફટકાર્યો છે. ફરિયાદી તરફથી વકીલ કિરણભાઈ બગડા, સંજય દાઉદીયા રોકાયાં હતાં.