૨૦૧૧માં મારામારીના ગુનાનાં આરોપીઓને સગવડતા આપવાના બદલામાં માલવીયાનગર પોલીસ મથકના કોન્સ્ટેબલ એ.સી.બી.ના સકંજામાં સપડાયા હતા

શહેરના માલવીયાનગર પોલીસ મથકના કોન્સ્ટેબલ ‚ા.૧૦ હજારની લાંચ લેવાના ગુનાનો કેસ ચાલી જતા ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજે રાઈટરને બે વર્ષની સજા અને દંડનો હુકમ કર્યો છે.

વધુમાં શહેરના મવડી પ્લોટમાં રહેતા રાજેશ ચંદ્રેશ આહિર અને તેના મિત્ર પર મારામારીનો માલવીયાનગરમાં ગુનો નોંધાયેલો છે. જે ગુનાના કામે પોલીસ કર્મચારી લક્ષ્મણભાઈ ખાટુભાઈ ખરાડાએ આરોપીને લોકઅપમાં નહી રાખવા અને સગવડતા આપવાના મુદે ‚ા.૨૦ હજાર ની લાંચની માંગણી કરેલી હતી.

જે પેટે રાજેશ આહિર ‚ા.૧૦ હજાર મેડીકલ સ્ટોરમાં આપેલા બાદ બાકી રહેતા ‚ા.૧૦ હજાર કોન્સ્ટેબલ લક્ષ્મણભાઈ ખરાડી પૂર્ણકુટીર પોલીસમાં ‚ા.૧૦ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા હતા.

જે ગુનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરતા અદાલતમાં કેસની સુનાવણી દરમિયાન બંને પક્ષોની રજૂઆતના અંતે સરકાર પક્ષની દલીલો, દસ્તાવેજી પૂરાવા અને વિવિધ કોર્ટના જજમેન્ટો ધ્યાને લઈ ડીસ્ટ્રીકટ જજ આર.કે. દેશાઈએ પોલીસ કર્મચારી લક્ષ્મણભાઈને બે વર્ષની સજા અને સાત હજારનો દંડ ફટકારતો હૂકમ કર્યો છે.

સરકાર પક્ષે એ.પી.પી. મહેશભાઈ જોષી ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.