મુન્દ્રાની જિન્દાલ કંપનીમાં ઉકળતું રગડો ભરેલું કેન તૂટતાં 2 મજૂરોના સ્થળ પર મોત નિપજતા ચકચાર ફેલાઈ છે
મુન્દ્રા તાલુકાના સમાઘોઘામા આવેલી જિંદાલ સો લિમિટેડ કંપનીના DISP મેલ્ટીંગ વિભાગમાં આ દુર્ઘટના ઘટી હતી. જેમાં સરોજકુમાર ભીમાસે દાસ અને નયનકુમાર ડંડાયાની (બંનેની ઉ.વ.38, રહે. સમાઘોઘા)ના કમકમાટીભર્યાં મોત નીપજ્યાં છે. બંને મજૂરો રેક પરથી આવતા 8 ટનના EPT કેન કે જેમાં હોટ મેટલ (ઉકળતું પ્રવાહી પોલાદ) ભરેલું હોય છે તે ખાલી કરવાની કામગીરી કરતા હતા. દરમિયાન, અચાનક જ કેનનો હૂક તૂટી જતાં ગરમ મેટલ તેમના પર પડતાં સ્થળ પર જ બંને જણ ભડથું થઈ ગયા હતા.બનાવ અંગે મુન્દ્રા પોલીસે તપાસ હાથ ધરી છે