- PGVCL ટીમને સાથે રાખી દેશી દારૂના ધંધાર્થી રેખા ચૌહાણ અને જયા સાડમીયાના કનેક્શન કાંપી નખાયા
રાજકોટ શહેર પોલીસ દ્વારા ગુનેગારોની યાદી તૈયાર કરી આકરી કાર્યવાહીનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. કુખ્યાત ડ્રગ પેડલર રમા સંધિ અને જાવેદ જુણેજાનું જંગલેશ્વર સ્થિત રહેણાંક મકાન ધરાસાયી કર્યા બાદ પોલીસ પર હુમલો કરનાર માજીદ ભાણું અને ઇસોબા દલના ગેરકાયદે બાંધકામો ઉપર પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. દરમિયાન પોલીસની ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ અને વીજ ચોરી સહિત વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે.
ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમો રૈયાધાર વિસ્તારમાં ત્રાટકી હતી. જ્યાંથી બે મહિલા બુટલેગરો દ્વારા કરવામાં આવતી વીજ ચોરી ઝડપી લઇ વીજ કનેક્શન કાપી નાખી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.શહેર ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી બી બસિયા, પીઆઈ એમ આર ગોંડલીયા, એમ એલ ડામોર, સી એચ જાદવ માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઇ એમ કે મોવલીયા અને એ એન પરમારની ટીમો દ્વારા ગઈકાલે રૈયાધાર વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું દરમ્યાન પીજીવીસીએલ તંત્રને સાથે રાખી બે મહિલા બુટલેગર રેખાબેન ભુપતભાઈ ચૌહાણ અને જયાબેન રાયધનભાઈ સાડમીયા દ્વારા કરવામાં આવતી વીજ ચોરી ઝડપી લઇ તેમના કનેક્શન કાપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.