ગોંડલ અને સુરેન્દ્રનગરની મહિલાને સ્વાઇફલુ ભરખી ગયો: મૃત્યુ આંક ૮૦ પર પહોંચ્યો

સ્વાઇનફલુની મહામારી વધુને વધુ વિકટ બની રહી છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સ્વાઇનફલુની બીમારી સબબ દાખલ કરાયેલી ગોંડલ અને સુરેન્દ્રનગરની મહિલાના ગઇકાલે મોત નીપજયા બાદ ગતરાતે માંગરોળ પંથકના ૧૮ માસના બાળકનું મોત નીપજતા મૃત્યુ આંક ૮૦ પર પહોચ્યો છે.

સ્વાઇનફલુને આગળ વધતો અટકાવવા તંત્ર દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમ છતાં સ્વાઇફલુનું વધુને વધુ સંકટ ઘે‚ બની રહ્યું છે. સ્વાઇનફલુના કારણે રાજકોટ શહેરના ૨૫, જિલ્લાના ૨૧ અને અન્ય જિલ્લાના ૩૨ સ્વાઇનફલુના દર્દીઓના મોત નીપજ્યા છે. સ્વાઇનફલુ વોર્ડમાં ૩૪ અને ખાનગી હોસ્પિટલમાં ૪૪ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં ૧૬ દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. સ્વાઇનફલુ પોઝીટીવ રિપોર્ટ આવ્યા બાદ સારવારના અંતે સાજા થતા ૧૯૨ દર્દીઓને રજા આપવામાં આવી છે.

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સ્વાઇનફલુની બીમારી સબબ દાખલ કરાયેલી ગોંડલ તાલુકાના મોટા ઉમવાડાની અને સુરેન્દ્રનગર પંથકની મહિલાનું મોત નીપજ્યું છે.

માંગરોળ પંથકના ૧૮ માસના માસુમ બાળકને ગત તા.૧૮મીએ સ્વાઇનફલુ વોર્ડમાં દાખલ કરાયા બાદ તેનો રિપોર્ટ પોઝીટીવી આવ્યો હતો તેનું વહેલી સવારે મોત નીપજ્યું છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સ્વાઇનફલુ વોર્ડમાં મૃત્યુ આંક ૮૦ પર પહોચ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.