એસ.ઓ.જી.એ 6.30 લાખની કિંમતનો 209 કીલો જથ્થો કબ્જે કર્યો
ચોટીલા તાલુકાના ખેરડી ગામે મકાનમાંથી 48 હજારની કિમંતની 16 કિલો નશાકારક ડોડવાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઝાલાવડમાંકેફી પદાર્થનાં ગેરકાયદે વેચાણને કડક હાથે ડામી દેવા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ આપેલી સુચનાને પગલે એસએસજીના પી.આઈ. બી.એમ. રાણા સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યું હતુ.
પેટ્રોલીંગ દરમિયાન ચોટીલા તાલુકાના ખરેડી ગામે રહેતા હરેશ માત્રાભાઈ ગીડા નામના શખ્સ પોષ ડોડવાનો જથ્થો છુપાવ્યાનો મળેલી બાતમીનાં આધારે એ.એસ.આઈ. યોગેન્દ્રસિંહ ચુડાસમા અને ઘનશ્યામભાઈ સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો.
દરોડા દરમિયાન મકાનમાંથી રૂ. 48 હજારની કિમંતનો 16 કિલો ડોડવાના જથ્થા સાથે હરેશ ગીડાની ધરપકડ કરી આ ડોડવાનો જથ્થો કોની પાસેથી લાવ્યા અને કોને આપવાનો હતો તે મૂદે ધોરણસરની કાર્યવાહી હાથ ધરીછે.
ઘાંચીવાડ ચોટીલા ખાતેથી પોષડોડવા નો જથ્થો પકડી પાડતી એસ.ઓ.જી સુરેન્દ્રનગર પોષડોડવા કુલ વજન 193 કિલો 800 ગ્રામ જેની કુલ કિ.રૂ.5,81,400/-નો પોષડોડવા નો મુદ્દામાલ સાથે એક ઇસમ ઝડપાયો
સુરેન્દ્રનગર જીલ્લામાંથી પ્રોહી, જુગાર તથા નશાયુક્તની ગેર કાયદેસર પ્રવૃતીઓને સંપુર્ણ પણે નેસ્ત નાબુદ કરવા સારૂ તેમજ તે અંગેના કેશો શોધી કાઢવા માટેની સુચના થઇ આવેલ હોય જે અન્વયે માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી પોલીસ ઈન્સ્પેકટર બી.એમ.રાણાનાઓએ બાતમી હકીકત મેળવી ઘાંચીવાડ ચોટીલા ખાતે રહેતા આરોપી રમજાનભાઇ મહમદભાઇ દલ વાળાના પોતાના કબ્જા ભોગવટાના મકાનમાંથી ગેરકાયદેસર પોષડોડવા 193 કિલો 800 ગ્રામ કિમત રૂપીયા 5,81,400/- સાથે પકડી પાડી મજકુર ઈસમ વિરૂધ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરેલ છે.