રાજકોટ ગ્રામ્ય જીલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા માટે સુચના આપેલ જે અન્વયે ધોરાજી પોલીસ સ્ટેશન ના પો ઇન્સ શ્રી. એમ. વી. ઝાલા સા. તથા પો.સબ ઇન્સ જે. વી. વાઢિયા તથા સ્ટાફના માણસો ધોરાજી ચંદ્રસિંહને મળેલ બાતમી હકીકત આધારે ફરેણી રોડ મામાદેવ મંદિર પાસે આવેલ રાકેશભાઈ અંટાળા ની વાડીની ઓરડી એ રેઇડ કરતા નીચે મુજબનો પરપ્રાંન્તીય ઇંગ્લીશ દારૂ મળી આવેલ..
ભારતીય બનાવટ નો વિદેશી માર્ક વાળો કંમ્પની શીલ પેક ૭૫૦ એમ.એલ. માપ ની બોટલ રોયલ સ્ટગ પ્રિમીયમ વ્હિસ્કી બોટલ નંગ- ૪૬ કિમત.રૂા. ૧૩,૮૦૦/- ભારતીય બનાવટ નો વિદેશી માર્ક વાળો કંમ્પની શીલ પેક ૭૫૦ એમ.એલ. માપ ની બોટલ મેકડોવેલ્સ નં ૧ વ્હિસ્કી બોટલ નંગ- ૫૦ કિમત.રૂા. ૧૫,૦૦૦/-
ઉપરોકત મુદામાલ મળી કુલ બોટલ નં ૯૬ રૂ. ૨૮,૮૦૦/- નો મુદામાલ મળી આવેલ અને સદરહું રેઇડમાં નીચે મુજબનાં આરોપી પકડી પાડેલ
રાકેશભાઈ ગોરધનભાઈ અંટાળા ઉ.વ.૪૮ રહે. જેતપુર રોડ ધોરાજી , ભુપતભાઈ ભીખાભાઇ મીણીયા ઉ વ.૫૩ રહે. ફરેણી રોડ ધોરાજી, પકડવા બાકી ઉકાભાઈ ગોગનભાઇ રબારી રહે. ભાદર ડેમ પાસે ધોરાજી
આ સમગ્ર કામગીરીમાં પો.ઇન્સ શ્રી એમ વી ઝાલા સા તથા પ્રો.પો.સબ.ઇન્સ. જે.વી.વાઢીયા તથા હેડ કોન્સ વિજયભાઈ ચાવડા, લાલજીભાઈ જાંબુકિયા તથા પો.કોન્સ ચંદ્રસિંહ , ઘનશ્યામસિંહ જાડેજા, રમણીકભાઇ, અનિરૂધ્ધસિંહ ઝાલા વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતાં.