સોશિયલ મિડીયામાં ફોટા વાયરલ કરવાની ધમકી દઇ પરિવારને પરેશાન કર્યાની રાવ
ઇન્સ્ટાગ્રામમાં તરૂણીના બિભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી દઇ બ્લેક મેઇલીંગ કરતા મુંદકા અને ચોટીલાના શખ્સોને સાઇબર ક્રાઈમના સ્ટાફે ધરપકડ કરી છે.
શહેરના ભ્રદ્ર વિસ્તારની તરૂણીના ફોટા સાથે ફેક આઇડી બનાવી ઇન્સ્ટાગ્રામમાં વાયરલ કરવા અને તેમની બનાવેલી ફેક આઇડીઓ ડીટીલ કરવા માટે પૈસાની મગાણી કરી બિભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી દઇ બ્લેક મેઇલીંગ કરતા મુંજકાના મિહિર રમેશ કાન્સુદ્રા અને ચોટીલાના યશ ભૂપેન્દ્ર બાંભણીયા નામના શખ્સોને સાયબર ક્રાઇમના પી.આઇ. એન.એન.ચુડાસમા, પી.એસ.આઇ. જે.કે.ગઢવી, સી.એસ.પટેલ, જે.કે.રાણા અને જે.કે.જાડેજા સહિતના સ્ટાફે ધરપકડ કરી છે.
આ અંગે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે સોશ્યલ મિડીયાનો દુર ઉપયોગ કરી સોશ્યલ મિડીયાના ભેજાબાજો દ્વારા ચેતવા અંગે અનુરોધ કરી અજાણી વ્યક્તિ સાથે વાત ન કરવા, ધમકી ભર્યા મેસેજ કે કોલ આવે ત્યારે વડીલોને જાણ કરવી, સોશ્યલ મિડીયામાં માહિતી સેર કરતા પહેલાં જરૂરી કાળજી રાખવી, સોશ્યલ મિડીયામાં ખોટા મિત્રો બનાવવાનું ટાળવા પર અનુરોધ કર્યો છે.