વન વિભાગે બન્ને શખ્સો સામે કડક કાર્યવાહી હાથ ધરી
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પાસે આવેલા ચોરવીરા વિડી ચંદન ઘો અને જંગલી તેતરો મોટાભાગે વસવાટ કરી રહી છે અને અંદાજિત તેની સંખ્યામાં પણ દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે.
તેવા સંજોગોમાં આ વિસ્તારમાં તેતર અને ઘો જેવા જંગલી પ્રાણીઓ વસવાટ કરે છે ત્યારે શિકારીઓ દ્વારા અવાર-નવાર આવા જંગલી જનાવરનો શિકાર કરી અને ગોંધી રાખવામાં આવી રહ્યા છે અને આવા જંગલી જનાવરો પાડવાનો શોખ ધરાવતા લોકોને ઊંચા પૈસા પડાવી અને વેચી નાખવામાં આવતા હોવાનો કારસો રચવામાં આવી રહ્યો છે તેવા સંજોગોમાં વન વિભાગના મુખ્ય અધિકારી હરેશભાઈ મકવાણા ને આ બાબતની જાણકારી તાત્કાલિક તેમણે આ બાબતે ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ચોરવીરા વીડી વિસ્તારમાં શિકાર કરતા બે શિકારીઓને ઝડપી લેવામાં આવ્યા હતા
ત્યારે મળતી વિગત અનુસાર ચોરવીરા વીડી જંગલ વિસ્તારમાંથી ચંદન ઘો ના ગેરકાયદેસર શિકાર અર્થે પકડતા શિકારી લખુનાથ કાળુનાથ પરમારને વન વિભાગ થાનગઢ દ્વારા પકડવામાં આવેલ અને ત્વરીત પગલા લઇ ભારતીય વન અધિનીયમ 1927 તેમજ વન્ય પ્રાણી અધિનીયમ 1972ની કાયદાકીય જોગવાઇ અનુસાર ગુન્હો નોંધીને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવેલ ઉપરાંત તા.15/09/2021ના રોજ થાનગઢ શહેરમાં પ્રજાજનના સહયોગથી તેતર તેમજ હોલા ના શિકાર અર્થે ગેરકાયદેસર કબજો ધરાવતા શિકારી સામે ગુન્હો નોંધી ગુનેગારો સામે કડક પગલા ભરેલ શિકારી ધ્વારા પકડાયેલ.
અને વન્ય પ્રાણીઆને વન વિભાગની ટીમ દ્વારા બચાવીને સહી સલામત જંગલ વિસ્તારમાં છોડીને ઉતકૃષ્ઠ કામગીરી કરવામાં આવેલ છે. વન વિસ્તાર કે અન્ય વિસ્તારમાં વન્યપ્રણીઓ કે પક્ષીઓને હેરાન કરવા કે શિકાર કરવો એ કાયદાથી પ્રતિબંધિત કાર્ય છે જેની સામે વન વિભાગ દ્વારા સખત પગલા લેવામાં આવે છે. સુરેન્દ્રનગર વન વિભાગના કર્મચારીઓની કામગીરીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી જવા પામેલ છે. તથા સાથે સાથે વન વિભાગ આવી કોઇ પણ ગુનાહિત પ્રવૃતિ આપની જાણમાં આવે તો તુરંત જ વન વિભાગનો સંપર્ક કરવા અપીલ કરે છે.