ભોગ બનનાર મહિલાની મેડિકલ ચકાસણી કરાઈ: ઉચ્ચ અધિકારીઓના વડપણ હેઠળ તપાસનો ધમધમાટ
લાલપુરના બાધલા સીમ વિસ્તારમાં બે દિવસ પહેલા એક પરિણીતા પર બે શખ્સોએ દુષ્કર્મ આચર્યાની ઘટના પોલીસ દફતરે પહોંચતા ભારે ચકચાર મચી જવા પામી છે. ભોગ બનનારની મેડિકલ ચકાસણી કરવામાં આવી હતી બીજી બાજુ ફરીયાદ દાખલ થતા આરોપીઓને ઝડપી લેવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓના વડપણ હેઠળ ટુકડીઓ દ્વારા તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો છે.
જાણવા મળતી વિગત મુજબ લાલપુર તાલુકાના બાધલા ગામમાં રહેતી આશરે ૩૫ વર્ષની પરપ્રાંતીય પરિણીતા બે દિવસ પહેલા ગામમાં પાણી ભરવા માટે ગઈ હતી ત્યારે ગામમાં રહેતા જ બે શખ્સોએ તેણીને આંતરીન અવાવ જગ્યાએ લઈ જઈને સામુહિક દુષ્કર્મ આચરીને નાસી છુટયા હતા. ભોગ બનનાર દ્વારા આ મામલે તેના પતિને વાત કરવામાં આવી હતી જે અનુસંધાને મામલો લાલપુર પોલીસ મથકે પહોંચ્યો હતો. જયાં આ બનાવ સબબ ગામમાં રહેતા બે શખ્સ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
જેના આધારે લાલપુરના પી.એસ.આઈ રાણા સહિતની ટુકડી દ્વારા જુદી-જુદી દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભોગ બનનારની મેડિકલ ચકાસણી અને ફરિયાદમાં જણાવેલા આરોપીઓની શોધખોળ માટે ટુકડીઓ કામે લગાડવામાં આવી છે. બીજીબાજુ વધુમાં મળેલી વિગત મુજબ પોલીસ દ્વારા આરોપીઓનું પગે દબાવવામાં આવ્યું છે. બે દિવસ પૂર્વેન દુષ્કર્મની ઘટના અંગે ગઈકાલે વિધીવત ફરિયાદ દાખલ થઈ હતી. બનાવના પગલે પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.