સિવિલ હોસ્પિટલમાં ત્રણ દિવસ યુરોલોજીસ્ટના તબીબો ઉપરાંત મેડિકલના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે
સૌરાષ્ટ્રભરના દર્દીઓની સારવાર માટેનું કેન્દ્ર સ્થાન પર આવતું રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગમાં અમેરિકાની પેનસીવીનીયા યુનિવર્સિટીમાંથી બે યુરોલોજીસ્ટ નિષ્ણાંતો સિવિલના પરીના દર્દીઓને સારવારની સાથે જરૂરી દર્દીઓના ઓપરેશન પણ કરશે. તે ઉપરાંત સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગના યુરોલોજીસ્ટ તબીબો અને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને જરૂરી જ્ઞાન પૂરું પાડશે.
પીડીયુ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.મનીષ મહેતાએ જણાવ્યું હતું કે, અમેરિકાના વેસ્ટફોર્ડ યુનિવર્સિટીના ડો.તારલેશી અને ફિલાડેલ્ફીયા યુનિવર્સિટીના ડો.કોલેબ તેમજ બન્ને યુનિવર્સિટીના ફેલોસીપ તબીબ પણ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ત્રણ દિવસ સુધી યુરોલોજીસ્ટના કેમ્પમાં હાજર રહેશે. ત્રણ દિવસ સુધી ચાલતા આ કેમ્પમાં અમેરિકી યુરોલોજીસ્ટના નિષ્ણાંત સિવિલ હોસ્પિટલ ખાતે આવતા પરીના દર્દીઓને સારવાર તેમજ જરૂરીયાતમંદ દર્દીઓના ઓપરેશન પણ કરશે.આ સાથે સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગના તબીબો અને મેડિકલ કોલેજના વિર્દ્યાીઓને લેકચરર દ્વારા જરૂરી માહિતીઓ પૂરી પાડશે.
અમેરિકાી પધારેલા તબીબો રાજકોટ આવતા ખાસ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. બન્ને અમેરિકી તબીબો અને ફેલોસીપ તબીબોનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે પીડીયુ મેડિકલ કોલેજ ખાતે સેમીનાર યોજવામાં આવ્યો હતો. જેમાં અમેરિકી તબીબોના હસ્તે દિપ પ્રાગટય યું હતું. સાથો સાથ ડો.કોલેબ અને ડો.તારલેશીએ ઉપસ્તિ સિવિલ હોસ્પિટલના વોર્ડના હેડ, તબીબો અને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમજ બન્ને તબીબોએ પ્રેઝન્ટેશન મારફતે સર્જરી તેમજ સારવારની માહિતી આપી હતી. આ તકે મેડિકલ કોલેજના ડીન ડો.ગૌરવી ધ્રુવ, સર્જરી વિભાગના વડા ડો.જતીન ભટ્ટ તેમજ ડો.જીતેન્દ્ર અમલાણી અને ડો.જીજ્ઞેશ ગોહિલ સહિતના તબીબોએ ભારત તેમજ અમેરિકામાં યુરોલોજી તેમજ તેને સંલગ્ન સારવાર અને નિદાન અંગે ચર્ચા-વિચારણા કરી હતી.
‘અબતક’ સાથેની વાતચીતમાં શહેરના જાણીતા યુરોલોજીસ્ટ ડો.જીતેન્દ્ર અમલાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલ ખાતે યુએસએની યુનિવર્સિટી ખાતેથી બે યુરોલોજીસ્ટ નિષ્ણાંતો ડો.તારલેશી અને ડો.કોલેબના સહકારી સૌરાષ્ટ્રના દર્દીઓ કે જેઓને પેશાબની તકલીફ અને પરીની તકલીફ હોય જેને લઈ તેની સારવાર અમેરિકી તબીબો આપશે. સાથો સાથ જરૂરી દર્દીઓને ઓપરેશન પણ અમેરિકી તબીબો દ્વારા કરવામાં આવશે. અમેરિકાી પારેલા યુરોલોજીસ્ટ નિષ્ણાંતો ત્રણ દિવસ સુધી અમારી સો રહેશે અને ૨૦ થી ૨૨ જેટલા ઓપરેશનો પણ કરશે. સાથો સાથ સિવિલ હોસ્પિટલના ડોકટરોને અને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને પોતાના જ્ઞાનનું આદાન પ્રદાન કરશે. સિવિલ હોસ્પિટલ ખાતે યોજવામાં આવેલ આ કેમ્પી ફકત રાજકોટ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રભરના દર્દીઓનેે આ લાભ થશે.
સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક મેડિકલ કોલેજના ડીન, સર્જરી વિભાગના વડા અને યુરોલોજીસ્ટ તબીબોના સહયોગી આ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે અમેરિકાથી પારેલા યુરોલોજીસ્ટ નિષ્ણાંતો અકસ્માત અને તાત્કાલીક સારવાર દરમિયાન થતી પેશાબની તકલીફોને કેવી રીતે દૂર કરવી અને દર્દીઓને કેવી સારવાર આપવી તેના વિશે પણ માહિતી આપશે.