રાતે ૩:૧૮ કલાકે ૧.૨ની તીવ્રતાનો અને સવારે ૮:૫૦ કલાકે ૨.૧ની તીવ્રતાનો આંચકો નોંધાયો
રાજયમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકા વધી રહયા છે ત્યારે ગઈકાલે કરછના ભચાઉમાં બે ભૂકંપનાં આંચકા બાદ આજે મોડીરાતે અને વહેલી સવારે ફરી ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા.
સીસમોલોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ રાતે ૩:૧૪ કલાકે કરછના ભચાઉથી ૩૨ કિમિ દૂર ૧.૨ રિકટર સ્કેલનો આંચકો નોર્થ નોર્થ ઇસ્ટ અને ત્યાર બાદ વહેલી સવારે ૮:૫૦ કલાકે કરછના ભચાઉથી ૧૫ કિમિ દૂર ૨.૧ રિકટર સ્કેલનો ભૂકંપનો આંચકો નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયો હતો.
ગઈકાલે પણ કરછમાં ૨ ભૂકંપનાં આંચકા બાદ આજે પણ ફરીથી કરછની ધરતી ધ્રુજતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.