અબતક-રાજકોટ

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના આંચકાનું પ્રમાણ યથાવત જ છે ત્યારે છેલ્લાં 24 કલાકમાં ઉનાની ધરા ત્રણવાર ધૂ્રજી હતી. જ્યારે કચ્છના દૂધઇમાં પણ બે વાર આંચકા આવ્યા હતા. જેનાથી લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. સીસ્મોલોજી ડીપાર્ટમેન્ટના જણાવ્યું મુજબ ગઇકાલે સવારે 9:57 કલાકે ઉનાથી 34 કિલોમીટર દૂર 1.3ની તીવ્રતાનો આંચકો નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયો હતો. જેની ઉંડાઇ જમીનથી 6.1 કિલોમીટરની હતી. ત્યાર બાદ સવારે 10.37 કલાકે કચ્છના દૂધઇથી 21 કિલોમીટર દૂર 1.6ની તીવ્રતાનો આંચકો નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયો હતો. જેની ઉંડાઇ જમીનથી 10.02 કિલોમીટરની હતી.

ત્યારબાદ બપોરે 12.09 કલાકે ઉનાથી 30 કિલોમીટર દૂર 1.5ની તીવ્રતાનો આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. જેની ઉંડાઇ જમીનથી 6 કિલોમીટરની હતી. ત્યારબાદ બપોરે 3.01 વાગ્યે ઉનાથી 35 કિલોમીટર દૂર 1.4ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. જેની ઉંડાઇ જમીનથી 6.01 કિલોમીટરની હતી. આજે રાત્રે 3.45 કલાકે કચ્છના દૂધઇથી 30 કિલોમીટર દૂર 1ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ ઇસ્ટ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. જેની ઉંડાઇ જમીનથી 2.16 કિલોમીટરની હતી.વારંવાર આવતા ભુકંપના આંચકાથી લોકોમાં ફફડાટનો માહોલ ફેલાયો છે. જો કે, આંચકા સામાન્ય હોય વૈજ્ઞાનિકની દ્રષ્ટિએ લોકોએ ગભરાવવાની બિલકુલ જરૂર નથી. આ આંચકાથી કોઇ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયાં નથી.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.