કચ્છના દુધઈ અને રાપરમાં પણ ભૂકંપથી ફફડાટ
અબતક, રાજકોટ
સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના આંચકા યથાવત છે ત્યારે છેલ્લા 24 કલાકમાં અમેરીલીમાં બે, દુધઈમાં બે અને રાપરમાં 1 આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.સીસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજવ ગઈકાલે સવારે 11:12 કલાકે કચ્છના રાપરથી 25 કિમિ દૂર 1.6ની તીવ્રતાના આચકાનું કેન્દ્રબિંદુ વેસ્ટ સાઉથ વેસ્ટ ખાતે અને જેની ઉંડાઇ 13.13 કિમિની હતી. ત્યારબાદ સાંજે 6:03 કલાકે અમરેલીથી 39 કિમિ દૂર 2.3ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ વેસ્ટ ખાતે જેની ઉંડાઇ 7.6 કિમિની હતી. મોડીરાતે 11:42 કલાકે કચ્છના દુધઈથી 20 કિમિ દૂર 1.6ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું જેની ઉંડાઇ 21.6 કિમિની હતી. રાતે 1:07 કલાકે કચ્છના દુધઈથી 14 કિમિ દૂર 1.9ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું જેની ઉંડાઇ 19 કિમિની હતી. છેલ્લે મોડીરાતે 2:41 કલાકે અમરેલીથી 40 કિમિ દૂર 1 ની તીવ્રતાના આચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું જેની ઉંડાઇ જમીનથી 5.2 કિમિની હતી.વારંવાર આવતા આંચકાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. જો કે આંચકા સામાન્ય હોય કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.