બે કારનો સોદો કરી આંગડીયા પેઢીમાંથી રૂપિયા ઉપાડી અન્ય કાર બતાવવાનું કહી ઓટો બ્રોકર સહીત બન્ને શખ્સો કરી છેતરપીંડી: માલવીયાનગર પોલીસે સીસીટીવી અને મોબાઇલ સોકેશનના આધારે એક શખ્સને લીધો સકંજામાં
શહેરના 1પ0 ફુટ રીંગ રોડ પર આવેલી બીગ બજાર સામે ઇમ્પીરીયલ હાઇટસ બિલ્ડીંગ પાસે સુરતના જમીન મકાનના ધંધાર્થી સહિત બે વ્યકિતએ ખરીદી કરેલી બે કાર ન આપી રૂ. 13 લાખની ઠગાઇ કરી ઓટો બ્રોકર સહીત બે શખ્સો ફરાર થઇ ગયાની માલવીયા નગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાય છે. પોલીસે સીસી ટીવી અને મોબાઇલ લોકેશનના આધારે બન્ને શખ્સોની શોધખોળ હાથ ધરી છે.પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સુરત કામરેજ ચાર સ્રતા પાસે ભવાની કોમ્પલેકસમાં રહેતા હસમુખભાઇ ત્રિભોવનભાઇ ઠકકર નામના લોહાણા પ્રૌઢે રાજકોટના ગોંડલ રોડ નજીક ખોડીયાર નગર શેરી નં.1પ માં રહેતો ઇમરાન હનીફ ડેલા અને તેનો પિતરાઇ અસ્લમ ડેલા સહીત બન્ને શખ્સોએ બે કાર ન આપી રૂ. 13 લાખની ઠગાઇ કર્યાની માલવીયા નગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં ફરીયાદી હસમુખભાઇ ઠકકર નામના જમીન મકાનના બ્રોકર 1પ દિવસ પહેલા સુરત રેલવે સ્ટેશન માર્ગ પર આવેલા કોદાર આર્કેટ ખાતે પરિચીત જીજ્ઞેશભાઇ સાથે બેઠા હતા ત્યારે વાતચીત દરમિયાન રાજકોટ શહેરના ઇમરાન ડેલા એ કરેલ કે જુની કાર લેવી હોય તો ભાવમાં કઢાવી આપીશ તેમ કહ્યું હતુઁ.બાદ તા. 16 જુને ઇમરાન ડેલાવાળાને ફોન કરીને કહેલ કે રાજકોટ કાર લેવા માટે આવી છે.
નરેશભાઇ ચાવડા, હિતેશભાઇ સવાણી અને ફરીયાદી સહિત ત્રણેય કાર લઇને રાજકોટ આવ્યા હતા. રાજકોટ આવીને ઇમરાન ડેલાને ફોન કરતા તેઓ ગોંડલ રોડ ચોકડી ખાતે તેડવા આવ્યા હતા. બાદ 1પ0 ફુટ રીંગ રોડ પર આવેલા ભોલેનાથ મોટર્સ નામના ડેલે લઇ ગયા હતા ત્યાં અમોને વર્ના કાર દેખાડતા જયાઁ હસમુખભાઇ ઠકકર અને બાજુના ડેલામાં નરેશ ઉર્ફે નવીનભાઇને પણ વના કાર પસંદ પડતા બન્ને કારની કિંમત 16 લાખ નકકી કરી હતી.
સુરતથી આંગડીયા પેઢી મારફતે રૂ. 13 લાખ મંગાવ્યા હતા તે રકમ લેવા હસમુખભાઇ અને ઇમરાન ડેલા સોની બજાર ખાતે લઇને બીગ બજાર પાસે આવ્યા હતા. જયાં પહોચતા ઇમરાન ડેલાએ હસમુખભાઇને કહેલ કે કાર કોઇને દેખાડવી હોય તો અહીં મંગાવી લઇ તેમ કહેતા બન્ને કાર મંગાવી હતી બાદ બન્ને કાર બીગ બજાર પાસે પાર્ક કરવાનું કરી ઇમરાન અને તેના પિતરાઇ ભાઇ સહિત બન્ને કાર અને રોકડા રૂ. 13 લાખ લઇને રફુચકકર થઇ ગયાનું ખુલતા પોલીસે બન્ને પિતરાઇ સામે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ એમ.એસ. મહેશ્ર્વરી સહિતના સ્ટાફ ચલાવી રહ્યાં છે.