ગાહેડ-ક્રેડાઇ પ્રોપર્ટી શો નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

ગુજરાત સમગ્ર દેશમાં કન્સ્ટ્રકશન ક્ષેત્રે ગ્રોથ એન્જિન તરીકે ઉભરી આવ્યું ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે લો કોસ્ટના ઘરના સ્વપ્નને સાકાર કર્યું છે

રિયલ એસ્ટેટ ડેવલપર્સનું પ્રતિનિધીત્વ કરતી અગ્રગણ્ય સંસ્થા ગ્રાહકો કેડાઈ શો આજથી ત્રણ દિવસના પ્રોપટી શોનું આયોજન કરવામાં આવ્યું છે આજે આ પ્રોપટી શોનું ઉદઘાટન મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે થયું હતું,  ગુજરાત યુનિવર્સિટી ક્ધવેન્શન સેન્ટર હેલ્મેટ કોસ રોડ, જામનગર, અમદાવાદ, ખાતે આયોજીત આ ઈવેન્ટમાં ૬૫ થી વઘુ અગ્રગણ્ય ડેવલપર્સ દ્વારા ૧૫૦ થી વધુ  રીઆત એસ્ટેટ પ્રોજેકટની માહીતી ઉપલબ્ધ કરાવવામાં આવી છે.લોકોને બજેટને અનુકુળ વિવિધ વિગતો એકજ સ્થળે મળી રહેતી હોવાથી મિલકત ખરીદારો અને સ્થિલ એસ્ટેટ એકટરમાં રોકાણ કરનારને સરળતા મળશે આજે ગાહેડ કેડાઈ આયોજીત પ્રોપર્ટી શોનું મહાનુભાવોની ઉપસ્થિતીમાં મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન થયું હતું.

C4BE5CFE 38E4 4AFD AF49 F84204F1A8CD

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, શહેરો-નગરોના ઝડપી  વિકાસ માટે રાજ્ય સરકારે ર વર્ષમાં ૨૦૦ ટી.પી. સ્કિમ મંજૂર કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્યમાં માળખાકિય ક્ષેત્રના વિકાસ માટે ચાલું વર્ષે જ ૧૦૦ ટી.પી. સ્કિમને મંજૂરી આપી છે.મુખ્યમંત્રી કહ્યું કે, રાજ્યમાં મંજૂર કરવામાં આવેલી ૨૦૦ ટી.પી. અને ૧૨ ડી.પી. સ્કિમ સંપૂર્ણ પારદર્શિકતાથી અમલમાં મૂકાઇ છે. જેને કારણે અમદાવાદ અને સુરત જેવા શહેરો વિશ્વમાં ઝડપથી વિકસી રહેલા શહેરો તરીકે ઉભરી આવ્યા છે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ક્ધવેન્શન સેન્ટર ખાતે યોજાયેલા ત્રિ-દિવસિય ગાહેડ-ક્રેડાઇ પ્રોપર્ટી શો નો પ્રારંભ કરાવતા તેમણે કહ્યું કે, શહેરી ક્ષેત્રના વિકાસ માટે ટી.પી.સ્કિમની મંજૂરી સહિતના જે પગલાંઓ લેવામાં આવ્યા છે તેનાથી ગુજરાતની ક્ધસ્ટ્રકશન એક્ટિવિટીને બુસ્ટ મળશે.તેમણે કહ્યું કે, ગુજરાત આજે સમગ્ર દેશમાં ગ્રોથ એન્જિન તરીકે ઊભરી આવ્યું છે. અન્ય રાજ્યોના વહિવટી તંત્રો અને લોકો ગુજરાતની વિકાસગાથા અને સિસ્ટમને સમજવા માટે ગુજરાત આવી રહ્યા છે તે ગુજરાતની પ્રગતિની પારાશીશી છે. તેમણે એમ પણ જણાવ્યું કે, શાસન દાયિત્વ સંભાળ્યું ત્યારથી જ વિકાસની ૨૦-૨૦ જેવી ઝડપથી ગુજરાતને આજે દેશના વિકાસનું રોલ મોડેલ બનાવ્યું છે. મુખ્યમંત્રી કહ્યું કે, રાજ્ય સરકારે ગરીબ અને મધ્યમવર્ગની વિશેષ ચિંતા કરીને લો કોસ્ટ હાઉસિંગની વ્યવસ્થા અને તેના માટેની પોલીસી અમલી બનાવી, જ્યાં પણ ઝુપડપટ્ટીઓ છે ત્યાં નવા મકાનો અને ઘર વિહોણા લોકોને ઘરનું ઘર મળે તે માટે વિવિધ યોજનાઓ હેઠળ અનેક મકાનો બનાવી સંપૂર્ણ પારદર્શકતાથી હાથોહાથ ઘરની ચાવી લાભાર્થીઓને આપી છે.વિકાસની ગતિને તેજ બનાવવા માટે રાજ્ય સરકારના તમામ વિભાગોમાં ડિજિટાઇઝેશન અને અરજી તથા મંજૂરીઓ ઓનલાઇન આપવાની વ્યવસ્થા વિકસિત કરવામાં આવી રહી છે, જેથી લોકોને ઓછામાં ઓછી હાલાકી પડે અને લાઇનોમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ મળે, સાથે જ પારદર્શીતા આવે તેવી નેમ તેમણે દર્શાવી હતી.

તેમણે કહ્યું કે, આપણે ત્યાં બાંધકામ ક્ષેત્રમાં રોજગારીની વ્યાપક તકો રહેલી છે. આ રોજગારીને પરિણામે અર્થતંત્રને પણ ગતિ મળશે, જેનાથી ગુજરાતની અર્થવ્યવસ્થા વધુ મજબુત બનશે. મુખ્યમંત્રીએ ગાહેડ-ક્રેડાઇ પ્રોપર્ટી શોનું આયોજન કરવા બદલ ગાહેડ-ક્રેડાઇને અભિનંદન આપતા જણાવ્યું કે, ગુજરાતમાં ૪૫ ટકાથી વધુ વસ્તી શહેરી ક્ષેત્રમાં વસવાટ કરે છે અને ૫૫ ટકા વસ્તી ગ્રામિણ ક્ષેત્રમાં વસવાટ કરે છે. તાજેતરના એક રિપોર્ટ અનુસાર દુનિયામાં સૌથી ૧૦ ફાસ્ટ ગ્રોઇંગ સિટીમાં ગુજરાતના બે શહેરોનો સમાવેશ થયો છે. તે જ દર્શાવે છે કે, ગુજરાતમાં શહેરો ખુબ ઝડપીથી વિકસી રહ્યા છે. તેમણે કહ્યું કે, જે પ્રમાણે શહેરોનો વિકાસ થઇ રહ્યો છે તે પ્રમાણે તેમા વસવાટ કરતા નગરજનોને પણ પ્રાથમિક સુવિધાઓ સુચારૂ રીતે ઉપલબ્ધ બને તે માટે રાજ્ય સરકારનો શહેરી વિકાસ વિભાગ આવનારા ૨૫ વર્ષને ધ્યાનમાં રાખીને આયોજન કરે છે અને તે પ્રમાણે યોજનાઓ કાર્યાન્વિત કરે છે.

મુખ્યમંત્રી કહ્યું કે, અમારી સરકાર પ્રજાની સરકાર છે. લોકોને પોતાની સરકાર હોય તેવી  લાગણી જન્મે તે માટે લોકોની આકાંક્ષાઓ અને અપેક્ષાઓ મુજબ ત્વરિત અને ઝડપી નિર્ણયો પારદર્શકતાથી લઇ રહ્યા છીયે. તેમણે કહ્યું કે, ઝડપથી વિકસતા ક્ષેત્રો સાથે કદમ મિલાવવા માટે આજે ઝડપી નિર્ણયો લેવાય તે જરૂરી છે તેની સાથે-સાથે નિર્ણયક્તા સાથે સમયની માંગ મુજબ નિર્ણયો લેવાય તો જ ઝડપી વિકાસની ગતિ સાથે ગુજરાત કદમ મિલાવી શકે. ગુજરાતે દેશભરમાં માળખાકિય ક્ષેત્રના વિકાસથી અમુલ પરિવર્તન સાથે દેશને દિશા ચિંધનારો વિકાસ કર્યો છે. વિજયભાઇએ કહ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે જે વિકાસની રેખા અંકિત કરી હતી તેને વધુ ઉંચાઇએ લઇ જવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીએ નયા ભારતની જે સંકલ્પના વ્યક્ત કરી છે તેમાં ગુજરાત અગ્રેસર રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.