જુની નોટો અને સિકકાનથી પ્રાચીન યુગની જાણકારી સજીવન થાય છે. ‘અબતક’ ની મુલાકાતે આવેલા ઉત્સવભાઇ સેલારકા, સુનિલભાઇ વાયાની, તારકભાઇ મહેતા અને રાજેશભાઇ વોરાએ રાજકોટમાં યોજાનારા કોઇન ફેર સિકકા પ્રદર્શન ની વિગતો આપવા જણાવેલ કે જનકલ્યાણ માં 13,14, 15 શુક્ર, શનિ, રવિ સવારે 11 થી 6 કોઇન ફેર યોજાશે

દેશના વિવિધ કાળના વિવિધ ચલણો , જે તે વખતના ચલણ વિશેનો ઈતિહાસ , સિક્કાઓ , ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ખાસ પ્રકારના સિક્કાઓ , દેશના ગૌરવ સમાન અમુક પ્રસંગોની યાદમાં બહાર પડેલ સિક્કાઓ વગેરે વિશે લોકોની વિસ્તૃત જાણકારી મળી શકે એ માટે પ્રદર્શન સ્થાન પરમુદ્રા ઈતિહાસના જાણકાર લોકો ઉપસ્થિત રહેશે અને મુલાકાતીને યોગ્ય જાણકારી આપશે . લોકો પોતાના પાસે પ્રાચીન કાળથી લઈ અત્યાર સુધીના ચલણનો ખજાનો હોય તો અહી એ ખજાના વિશે યોગ્ય માર્ગદર્શન મેળવી શકશે .1500 વરસ પ્રાચીન ચલણો થી લઈ આજ આઝાદીના અમૃત કાળ સુધી દેશમાં અનેક પ્રકારના ચલણ પ્રચલીત રહ્યા છે . જે તે વખતના શાસકો દ્વારા પોતાના ચલણો બહાર પાડવામાં આવ્યા છે . આઝાદી બાદ ભારત સરકાર દ્વારા વિવિધ ચલણી નોટ અને સિક્કા બહાર પાડવામાં આવ્યા છે .  આ મેળાનું ઉદ્ઘાટન રાજ્યસભાના સાંસદ  રામભાઈ મોકરીયાના વરદ્ હસ્તે કરવામાં આવશે . આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે રાજકોટના પોલીસ કમિશન રાજુ ભાર્ગવ ઉપસ્થિત રહેશે .

‘અબતક’ની મુલાકાતમાં ન્યુમિસમેટીક એશો.ના પદાધિકારીઓએ કોઇન ફેરની આપી વિગતો

આ કોઈન ફેરમાં 1500 વરસ પ્રાચીન સિક્કા થી લઈ આઝાદીના આ અમૃત કાળ સુધીના વિવિધ ચલણો પ્રદર્શિત કરવામાં આવશે   આ પ્રદર્શનમાં ગુપ્તા સામ્રાજ્યના સિક્કા , મુગલ કાળના સિક્કા , કચ્છ સ્ટેટની કોરી , પ્રિન્સલી સ્ટેટના સિક્કા , વેસ્ટર્ન ક્ષેત્રપાના સિક્કા , પંચમાર્કડ સિક્કા , એશીયટ ઈન્ડીયાના સિક્કા , બ્રિટીશ કાળના રાણી છાપ સિક્કા , બેન્ક ઓફ હિન્દુસ્તાન દ્વારા 1770 માં બહાર પાડવામાં આવેલ નોટ , બેન્ક ઓફ બેંગાલ , બેન્ક ઓફ બોમ્બે , બેન્ક ઓફ મદ્રાસ દ્વારા બહાર પાડવામાં આવેલ નોટો , બ્રિટીશ ઈન્ડીયા અને આઝાદ ભારતની સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ નોટ , સિક્કા , પૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈના શાસન વખતે બંધ કરવામાં આવેલ જુની રૂ મ. 1000 વાની ફાફડા નોટ , જુની રૂ મ. 100 ના મુલ્યની ફાફડા નોટ , ભારત સરકાર દ્વારા 60 ના દાયકામાં હજ યાત્રીકો માટે બહાર પાડવામાં આવેલ ખાસ હજની નોટ , ભારત સરકાર દ્વારા વસ્તુ વિશેષ , વ્યક્તિ વિશેષ અને ઘટના વિશેષના સંદર્ભમાં વખતો વખત સ્મારક સિક્કા બહાર પાડવામાં આવ્યા છે જેમાં બનારસ – હિન્દુ યુનિવર્સીટી વિશે , અટલજીની યાદમાં , જી 20 સમીટની ચાદમાં , તાજેતરમાં નવી પાર્લામેન્ટ બની એની યાદમાં , માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની મન કી બાતના 100 એપીસોડ પૂરા થયા તેની યાદમાં વગેરે ઐતિહાસિક પ્રસંગોને કાયમી સ્મૃતિ રહે એ માટે ખાસ સિક્કા બહાર પાડવામાં આવ્યા છે તેનો સમાવેશ થાય છે .  પ્રદર્શનમાં ભારત સરકારની મુંબઈ ટંકશાળના સ્ટોલ પર આ બધી વસ્તુ પ્રદર્શિત કરવામાં આવશે . ત્રણે દિવસ સવારના 10 થી સાંજના 6 વાગ્યા સુધી પ્રદર્શન ખુલ્લુ રહેશે ,

આ પ્રદર્શનમાં દેશ વિદેશના અનેક મહાનુભાવોના ઓટોગ્રાફ પ્રદર્શિત કરવામાં આવશે . 1936 માં ઓલમ્પીકમાં હોકીમાં ગોલ્ડ મેડલ જીતનાર ટીમના કેપ્ટન મેજર ધ્યાનચંદ સહિત આખી ટીમના ઓટોગ્રાફ , ગાંધીજીના ખુદના સુવિચાર , ફોટા પર તેમના હસ્તાક્ષર , પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ , વર્તમાન વડાપ્રધાન  નરેન્દ્ર મોદી, દલાઈ લામા, કિંગ વિલીયમ -4, આલ્બર્ટ આઈનસ્ટાઈ, બેનીટી મુસોલીની, ક્રિપ્ટીયાનો રોનાલ્ડો, અમેરિકાના પ્રેસીડન્ટ જેરાલ્ફ ફોર્ટ, ગોંડલના રાજા ભગવતસિંહજી, જુનાગઢના નવાબ મહોબ્બતખાન, ગાયક મહમદ રફી, મધર ટેરેસા, રામાનંદ સાગર, રફેલ નડાલ, માચકલ શુમાકર, ફાધર ઓફ ઈન્ટરનેટ વિટોન ટ્રોફ, ફાધર ઓફ મોબાઈલ ટેકનોલોજી માર્ટીન ક્રુપર, ફાધર ઓફ ગ્રીન રીવોલ્યુશન સ્વામિનાથન, જોર્મન બોરલોક, દેશના પ્રથમ અવકાશ યાત્રી રાકેશ શર્મા, લતા મંગેશકર, પૂર્વ ક્રિકેટ કેપ્ટન સી. કે. નાયડુ, ડોન બ્રેડમેન, સચીન તેંડુલકર, વિજય હઝારે સહિત દેશ વિદેશના અનેક નામાંકિત વ્યક્તિઓના ઓરીજીનલ ઓટોગ્રાફ જોવા મળશે 15 ઓગસ્ટ 1947 ના દિવસે બહાર પડેલ ધ સ્ટેટસમેન – કલકતાના ન્યુઝ પેપરની ઓરીજીનલ નકલ જોવા મળશે . આ ઉપરાંત પોસ્ટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતા ખાસ કવર, સ્ટેમ્પ, પોસ્ટ કાર્ડ વગેરે પણ પ્રદર્શિત કરવામાં આવશે . પ્રદર્શનના આયોજન માટે રાજકોટ ન્યુમિશમેટીક એસોસીએશનના ઉત્સવ સેલારકા, સુનિલ વાચા સહિતની ટીમ કાર્યરત છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.