જમ્મુ કાશ્મીર પોલીસને રામબન જિલ્લાના બનિહાલમાંથી બે આતંકીઓને જીવતા પકડવામાં સફળતા મળી છે. પકડાયેલાં આ બંને આતંકીઓ SSB કેમ્પ પર હુમલામાં સંડોવાયેલા હતા. આતંકીઓ પાસેથી સુરક્ષાદળના જવાનો પાસેથી છીનવેલાં હથિયારો પર જપ્ત કર્યા છે, જેમાં AK-47, ઈંસાસ રાયફલ સામેલ છે. સુરક્ષાદળના કેમ્પ પર થયેલાં હુમલમાં એક જવાન શહીદ થયા હતા. પોલીસે આ ઘટનાના બે દિવસની અંદર જ બે આતંકીઓને બનિહાલના જંગલોમાંથી પકડ્યા છે.
પકડાયેલાં આતંકીઓ રોહિગ્યાની મદદ કરવા મ્યાનમાર જવાના હતા
– જમ્મુ કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, “ગઝનફર અને આરિફ નામના બે આતંકીઓને બનિહાલના જંગલમાંથી પકડવામાં આવ્યાં છે. જ્યારે ત્રીજી વ્યક્તિની તલાશ છે. આરિફ અહેમદ એક કન્સ્ટ્રકશન કંપનીમાં હેલ્પર તરીકે કામ કરતો હતો.”
– પોલીસે વધુમાં જણાવ્યું કે, “બંને આતંકીઓએ SSB જવાનો પાસેથી ઈંસાસ રાયફલ અને AK-47 રાયફલ ઝુંટવી હતી તે પણ જપ્ત થઈ છે.”
– મળતી માહિતી મુજબ પકડાયેલાં બંને આતંકીઓ મ્યાનમારમાં રોહિંગ્યા મુસ્લિમો માટે લડાઈ લડવા જઈ રહ્યાં હતા.
– છેલ્લાં કેટલાંક સમયથી સુરક્ષા દળના જવાનોએ અનેક આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. તેમજ અનેક આતંકી હુમલાઓને પણ નિષ્ફળ બનાવ્યાં છે