ઠાર મરાયેલ આતંકીઓની અંતિમયાત્રામાં એકઠા થયેલા લોકોએ સુરક્ષા દળો પર પથ્થરમારો કર્યો: સેનાની જવાબી કાર્યવાહીમાં ત્રણ દેશદ્રોહીઓ ઘાયલ
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ આતંકી આકા બુરહાનવાનીના તમામ સાગરીકોને ખતમ કરવાનાં ઓપરેશન ઓલ આઉટ પાર પાડયા સોપિયાનમાં કરેલા એક એન્કાઉન્ટરમાં લશ્કરે તોપબાના બે આતંકીઓને ઠાર માર્યા હતાં. જેમાં એક પોલીસ જવાનમાંથી વટલાઇને આતંકી બન્યો હોવાનું બહાર આવ્યું છે.
રવિવારે સુરક્ષા દળોના ગુપ્તચર વિાગે માહીતી મળી હતી કે સોપીયાનમાં આતંકીઓ છુપાયા છે. જેની સુરક્ષા જવાનોએ સોપિયાનમાં હાથ ધરેલી કાર્યવાહીમાં આતંકીયોના સાત સમર્થકને ધેરામાં લઇ લેતા આતંકીયોએ ગોળીબાર શરુ કર્યો હતો. જેથી સુરક્ષા દળો જવાબી કાર્યવાહી શરુ કરી બે આતંકીઓને ઠાર કર્યા હતા.
મોતને ભટેલા બે આતંકીયોની સોપિયાન ના કાશીપુરાનો તારીક એહમદ બટ્ટ અને પુલવામામાંના નિકલુરાના બસારત એહમદ રાહ હોવાનું સામે આવ્યું છે. જેમાંથી તારીફ એહમદ પોલીસ જવાન હતો અને તે રપ એપ્રિલ ૨૦૧૮ના રોજ બળગામના પોખેર પુરામાંથી એકે ૪૭ રાયફલ સાથે ગુમ થયો હતો અને લશ્કરે તોયબામાં જોડાય ગયો હતો.
આ બન્ને આતંકીઓ જમ્મુ-કાશ્મીર ખીણમાં આતંક મચાવવા માટે વોન્ટેડ હતા. તેમની પાસેથી ભારે જથ્થામાં શસ્ત્રો મળી આવ્યા હતા. બન્ને આતંકીઓની અંતિમ વિધિમાં તેમના વતનમાં હજારો લોકો જોડાયા હતા. અને આતંકીઓના સમર્થકોમાં ટોળાએ ઠેર ઠેર સુરક્ષા દળો પર પથ્થરમારો કર્યો હતો.
તેમના જવાબમાં સુરક્ષા દળોએ દેશદ્રોહીઓને મદદરુપ થનારાઓને કાબુમાં લેવા ટીયર ગેસ અને રબ્બરની ગોળીઓ વરસાદી હતી. સાતને ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તોને સોપિયાન હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયારે ગોળીથી ઘવાયેલાઓને શ્રીનગર ખસેડવામાં આવ્યા હતા. જયાં શ્રીનગર ખસેડવામાં આવ્યા હતા. જયાં ત્રણેયની હાલત સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું હતું.
આતંકીઓના એન્કાઉન્ટર થયા બાદ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા અને અફવાઓથી વાતાવરણ કલથિત ન થાય તે માટે જીલ્લા પ્રશાસને અનિશ્ચિત મુદત માટે સોપિયાન અને પુલવામાં ઇન્ટરનેટ સેવાઓ સ્થગીત કરી દીધી હતી.સુરક્ષા દળનાજવાનોએ એકાઉન્ટ સ્થળેથી બન્ને આતંકીયોના મૃતદેહોની સાથે શસ્ત્રોનો મોટો જથ્થો ઝડપી લીધો હતો આતંકી તારીક પોલીસની નોકરી છોડીને આતંકી તરીકે વટલાઇ ગયા બાદ તેના જીવનનો રવિવારે કરુણ અંજામ આવ્યો હતો.