ચાંદીના ઘરેણા અને રોકડ સાથે જામનગર રોડ પરથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા

મનહર પ્લોટમાં ૨૦ દિવસ પહેલાં થયેલી ચોરીના ગુનામાં સંડોવાયેલા બે રીઢા તસ્કરોને ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે જામનગર રોડ પર એફસીઆઇના ગોડાઉન પાસેથી ઝડપી લીધા છે.

ધ્રોલના ચામુંડા પ્લોટ મફતીયાપરાના વગા ધરમશી જખાણીયા અને ભાવનગરના વડલીખારા ગામના વતની અને કિશાનપરા ચોક ફુટપાથ પર રહેતા સુરેશ લાલુ ચારોલીયા નામના શખ્સોએ મનહર પ્લોટમાં ચોરી કર્યાની અને જામનગર રોડ પર એફસીઆઇ ગોડાઉન પાસે હોવાની બાતમીના આધારે પી.એસ.આઇ. મહાવીરસિંહ જાડેજા, પ્રતાપસિંહ ઝાલા, .યોગેન્દ્રસિંહ જાડેજા, ફિરોજભાઇ અને રવિરાજસિંહ સહિતના સ્ટાફે બંનેને ઝડપી લીધા છે.

‚રૂ.૧૪,૩૦૦ રોકડા અને ચાંદીના ઘરેણાની રોકડ સાથે બંને તસ્કરોને ઝડપી પૂછપરછ કરતા ૨૦ દિવસ પહેલાં બંનેએ મનહર પ્લોટમાં ચોરી કર્યાની અને માસ્તર સોસાયટીમાં બંધ મકાનમાં ચોરીનો પ્રયાસ કર્યાની કબૂલાત આપી છે. બંને તસ્કરો વધુ ચોરીના ગુનામાં સંડોવાયા હોવાની બાતમીના આધારે રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.